GSTV
Home » News » Movie Review : ‘મુક્કેબાઝ’ બોક્સિંગની દુનિયાની મૂળ વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ

Movie Review : ‘મુક્કેબાઝ’ બોક્સિંગની દુનિયાની મૂળ વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ

અનુરાગ કશ્યપે દર્શકોને બ્લેક ફ્રાઇડે,ગેંગ્સ ઓફ વાસેપુર અને ગુલાલ જેવી હટકે ફિલ્મો આપી છે અને હવલે તેઓ વધુ એક હટકે ફિલ્મ લઇને આવી ગયાં છે. મૂળ હકીકતો અને તથ્યો પર આધારિત ફિલ્મ ‘મુક્કેબાઝ’ પર આવી જ કેટલીક હકીકતોને ઙ્યાનમાં લઇને અનુરાગે પોતાના ડાયરેક્શનનો જાદુ ચલાવ્યો છે. આ ફિલ્મ દ્વારા તેમણે ઉત્તર પ્રદેશની બોક્સિંગ સિસ્ટમ તરફ લોકોનું ધ્યાન આકર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે.

સ્ટોરી:

ફિલ્મની કથા ઉત્તરપ્રદેશના બરેલી શહેરની છે, જ્યાંના એક દબંગ નેતા ભગવાન દાસ મિશ્રા (જિમી શેરગીલ) છે અને તેમના માધ્યમે જ ખેલાડીઓ બોક્સિંગના નેક્સ્ટ લેવલ સુધી જઇ શકે છે. શ્રવણ સિંહ (વિનિત કુમાર સિંહ) પણ ભગવાન દાસ માટે એક શિષ્યની જેમ જ કામ કરે છે પરંતુ જ્યારે શ્રવણને લાગે છે કે બોક્સિંગના બદલે તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તે ભગવાન દાસ સામે બળવો પોકારે છે અને પોતાના આ કૌશલ્યને આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે.

આ સમયે ફિલ્મની સ્ટોરીમાં ભગવાન દાસની ભત્રીજી સુનૈના મિશ્રા (ઝોયા હુસૈન)ની એન્ટ્રી થાય છે. તે જ સમયે શ્રવણે તેની સાથે પ્રેમ થઇ જાય છે. ભગવાન દાસ શ્રવણ કુમારને નફરત કરે છે અને તે કોઇપણ ભોગે શ્રવણને મુક્કાબાઝ બનવા દેવા નથી માંગતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં શ્રવણ કુમાર બરેલીથી વારણસી પહોંચે છે. ત્યાં તેની મુલાકાત કોચ સંજય કુમાર (રવિ કિશન) સાથે થાય છે. હવે ફિલ્મની કથા અહી એક નવો વળાંક લે છે. શું શ્રવણ મુક્કેબાઝ બની શકશે? શું તે પોતાનો પ્રેમ મેળવી શકશે? આ સવાલોના જવાબ તમને ફિલ્મ જોયા પછી જ મળશે.

ફિલ્મના શ્રેષ્ઠ પાસા :

ફિલ્મ વાસ્તવિક જીવન સાથે ઘણી સંકળાયેલી છે, જે વાસ્તવિકતા તરફ આપણેં ઘ્યાન દોરે છે. ફિલ્મમાં પ્રણય ઉપરાંત જાતીય હુલ્લડો, રાજકારણ અને સરકારી નોકરી વગેરે પાસાઓ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મની સ્ક્રીપ્ટ દમદાર છે. ફિલ્મના કેટલાંક  ડાયલોગ અને સીન્સ ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યાં છે.

ફિલ્મનું ડાયરેક્શન અને સિનેમેટાગ્રાફી રિયલ લાગે છે. વિનિત કુમારની ભુમિકા ખૂબ જ દમદાર છે અને ઝોયા હુસૈનનું કામ પણ પ્રશંસની છે. જિમી શેરગીલ નેગટિવ ભુમિકામાં એકદમ ફિટ બેસે છે.

ફિલ્મની નબળી કડીઓ :

ફિલ્મ ખૂબ જ લાંબી લાગે છે. આ ફિલ્મને થોડી ટૂંકી કરી શકાઇ હોત તો તે દર્શકોને જકડી રાખવામાં વધુ સફળ રહી શકી હોત.

સ્ટાર્સ : 3 સ્ટાર્સ

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!