Movie Review : વિઝ્યુઅલ ટ્રીટ સમાન લાગશે ‘જુરાસિક વર્લ્ડ ફૉલન કિંગડમ’

જુરાસિક વર્લ્ડની સાથે ડાયનોસોર ફરી એકવાર રૂપેરી પડદે પરત ફર્યુ છે. જુરાસિક વર્લ્ડના નામથી વર્ષ 1993માં શરૂ થયેલા જુરાસિક પાર્કને વર્ષ 2015માં ફરીથી  ખુલતા દર્શાવવામાં આવ્યુ છે. જુરાસિક વર્લ્ડ નાનથી બનેલી આ ફિલ્મ અગાઉની ફિલ્મની સ્ટોરી ફરીથી શરૂ કરવામાં આવી છે વઅને 2015માં રિલિઝ થયેલી ફિલ્મ જુરાસિક વર્લ્ડે રેકોર્ડતોડ કમાણી કરી હતી.

હવે આ ફિલ્મનો બીજો ભાગ રિલિઝ કરવામાં આવ્યો છે અને અગાઉની ફિલ્મમાં આઇલેન્ડ પર પાછળ છૂટી ગયેલા ડાયનોસોર્સને બચાવવા માટે ઓવેન અને ક્લેચર ફરીથી આઇલેન્ડ પર જવાનો વિચાર કરી રહ્યા છે. કારણ કે આ આઇલેન્ડ પર એક જ્વાળામુખી ફાટવાનો છે અને આ પ્રાણીઓને ફરીથી લુપ્ત થતા બચાવવા માટે માનવીઓએ કંઇક કરવુ જોઇએ. આ સ્ટોરી પર ફિલ્મ આગળ વધે છે.

આ ફિલ્મના ડાયરેક્ટર જે એ બેયોના અને સ્ક્રિપ્ટ રાઇટર ડેરેક કોનોલી અને કૉલિન ટ્રેવોરોએ આ સ્ટોરીની રિયલ દેખાડવા માટે ખૂબ મહેનત કરી છે .ફિલ્મમાં દ્વિપથી શરૂ થયેલો રોમાંચ કેવી રીતે શહેર વચ્ચે પહોંચી જાય છે અને એક ડાયનો ફિલ્મ ક્યારે હૉરર બની જાય છે તેની તમને ખબર પણ નહી પડે. ફિલ્મની સ્ટોરી અગાઉની ફિલ્મના અંત સાથે શરૂ થાય છે. ડાયનો દ્વીપ પર એક જ્વાળામુખી છે અને સરકાર આ પ્રાણીઓને ત્યાથી બચાવીને લાવવા માટે તૈયાર નથી. દુનિયા આ પ્રાણીઓને બચાવવા અથવા મરવા દેવા વચ્ચે મુંઝવાયેલી છે. એક ઘનાઢ્ય વ્યક્તિ આ મિશનને સ્પોન્સર કરે છે પરંતુ તેની પાછળ એક ચાલ છે જે તમને થિયેરમાં જઇને જ ખબર પડશે.

ફિલ્મની પર્ફોર્મન્સ લાજવાબ છે પરંતુ ફિલ્મની અસલી હીરો વિઝ્યુઅલ ટીમ અને સિનેમેટોગ્રાફર ઑસ્કાર ફૉરા છે. જો કે આ ફિલ્મની સ્ટોરી તમને વારંવાર અગાઉની ફિલ્મની યાદ અપાવશે. તમને આ વાત જ ખટકશે કે આ ફિલ્મની સ્ટોરી એક રીતે રિપિટ કરવામાં આવી છે તેવુ લાગે છે. હા, પરંતુ તે ચોક્કસપણે કહી શકાય કે જુરાસિકપાર્કની અત્યારસુધીની ફિલ્મોમાં આ ફિલ્મ વિઝુયુઅલી સૌથી સારી ફિલ્મ છે. આ ફિલ્મ તમે પરિવાર સાથે જોશઓ તો પણ નિરાશ નહી થાઓ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter