‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ Movie Review : કૉમેડીની તડકા વચ્ચે  હેપ્પીને શોધવામાં ગુમ થઇ ગઇ સ્ટોરી

વર્ષ 2016માં મુદસ્સર અઝીઝના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’એ દર્શકોને ખૂબ હસાવ્યાં હતા. ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં ડાયના પેન્ટી, જિમ્મી શેરગિલ અને અભય દેઓલે લોકોને ખૂબ એન્ટરટેઇન કર્યા હતા. તેને જોતાં જ ફિલ્મના ડાયરેક્ટરે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો. આ સિક્વલ આજે બોક્સ ઑફિસ પર રિલિઝ થઇ ગઇ છે. જો તમે પણ ફિલ્મ જોવાની પ્લાનિંગ કરી રહ્યાં હોય તો પહેલાં વાંચી લો રિવ્યુ…..

ફિલ્મની સ્ટોરી હેપ્પીની આસપાસ ફરતી જોવા મળે છે. પહેલી ફિલ્મમાં ભાગીને હેપ્પી પાકિસ્તાન પહોંચી જાય છે. તેવામાં સિક્વલમાં હેપ્પી પાકિસ્તાનના બદલે ચીનમાં ખોવાઇ જાય છે. ફિલ્મની સ્ટોરી ત્યારે શરૂ થાય છે જ્યારે ચીનના એરપોર્ટ પર બે હેપ્પી એક જ સમયે પહોચી જાય છે. એક હેપ્પી પ્રોફેસર હરપ્રિત કૌર (સોનાક્ષી) અને અલી ફઝલ (ગુડ્ડુ) ની પત્ની હરપ્રિત કૌર (ડાયના પેન્ટી)માં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે અને બંને ખોટી જગ્યાએ પહોંચી જાય છે. બસ આ જ કન્ફ્યુઝન દૂર કરવા માટે અને હેપ્પીની તલાશમાં જ આખી ફિલ્મ બની છે.

ફિલ્મની સ્ટોરી થોડી ધીમી ગતિએ ચાલતી હોય તેવું લાગશે. ફર્સ્ટ હાફ ફિલ્મની સ્ટોરી બિલ્ડઅપ થવામાં અને સમજવામાં જ પૂરો થઇ જશે જ્યારે સેકેન્ડ હાફમાં તમને લાગશે કે તેને જબરદસ્તી ખેંચવામાં આવ્યો છે. ડાયનાની સામે સોનાક્ષી ફિકી લાગે છે. ફિલ્મમાં ડાયના અને ફઝલનો રોલ ઘણો ઓછો છે. આ ઉપરાંત ફિલ્મને પીયૂષ મિશ્રા અ જિમ્મી શેરગિલે સંભાળી લીધી છે. બંનેની એક્ટિંગ અને કોમેડી તમને ખૂબ જ હસાવશે. ફિલ્મમાં ઘણાં પંચ ખૂબ જ સરસ છે. જો તમને કોમેડી ફિલ્મ પસંદ હોય તો તમને ચોક્કસ આ ફિલ્મ પસંદ આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter