GSTV
Home » News » Movie review : ફુકરે રિટર્ન્સ

Movie review : ફુકરે રિટર્ન્સ

આ ફુકરાઓને તો તમે પહેલાં મળી જ ચુક્યા છો અને આ ફુકરાઓ તમને પસંદ પણ આવ્યાં છે. હવે ફરીએક વાર આ ફુકરાઓ થિયેટરમાં ધમાલ મચાવવા આવી ચુક્યા છે. પહેલી ફિલ્મ ફુકરેની જેમજ ફુકરે રિટર્ન્સના ફુકરાઓ પણ કોઇ કામના નથી, પરંતુ તેમના સપનાઓ રાજકુમારો જેવા છે.

શાળાનો અભ્યાસ કર્યા બાદ હની (પુલકિત સમ્રાટ) અને ચૂચા (વરુણ શર્મા)ની મિત્રતા વધુ ગાઢ બની. તેમની મિત્રતા હજુ પણ પહેલાં જેવી જ છે. જો કે ચૂચાની માતાને તેમની આ મિત્રતા જરાંય પસંદ નથી. ચૂચા પહેલાંથી જ ભોલી પંજાબણ (રિચા ચઢ્ઢા)ને પોતાનું દિલ આપી ચુક્યો છે. જો કે ભોલીને ચૂચા પસંદ નથી.

ચૂચાનું સપનું છે કે તે પણ પોતાના મિત્ર હનીની જેમ છોકરીઓ પટાવામાં એક્સપર્ટ બની જાય. તેમની આ મંડળીનો ત્રીજો સભ્ય લાલી (મનજોત સિંહ) અનિચ્છાએ પોતાના પિતાની હલવાઇની દુકાન પર કામ કરે છે. ફુકરા ટીમનો ચોથો સભ્ય ઝફર(અલી ફઝલ) પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવા ઇચ્છે છે.


આ ટીમ સાથે પંડિતજી(પંકજ ત્રિપાઠી)  પણ છે, જેં દરેક મુશ્કેલીની પરિસ્થિતીમાંથી આ ફુકરાઓને બહાર લાવે છે. ફુકરે ફિલ્મના ક્લાઇમેક્સમાં આ ફુકરાઓના કારણે ભારે નુકસાન ભોગવવું પડે છે અને તેને જેલ ભેગા પણ થવુ પડે છે.

આ ઘટનાને એક વર્ષ વિતિ ચુક્યું છે અને ભોલી જેલ માંથી બહાર આવે છે. તેની ગેન્ગના બે વફાદાર આફ્રિકન મેમ્બર તેની સાથે છે. જેલ માંથી બહાર આવ્યા બાદ ભોલી સૌથી પહેલાં આ ફુકરાઓને પાઠ ભણાવવાનો નિર્ણય લે છે. ભોલીના ખાસ માણસો આ ફુકરાઓને ભોલીના અડ્ડા પર લઇને આવે છે. ભોલી ફુકરાઓ પર અત્યાચાર ગુજારે છે. ચૂચા પાસે એક વરદાન છે કે તે જે સપનુ જુએ છે તે સાચુ સાબિત થાય છે.

ભોલીના નુકસાનની ભરપાઇ કરવા માટે ફુકરા ટીમ ભોલી પાસેથી બીજી રકમ ઉધાર લઇને લોટરીનો નંબર કાઢવાનું કામ શરૂ કરે છે,જેમાં ચૂચો તેમને પહેલાં જ લોટરીનો સાચો નંબર જણાવી દે છે. શહેરના લોકો ફુકરા ટીમની લોટરીમાં પોતાની બચત લગાવી દે છે. પૈસા લગાવનારને ડબલ રકમ મળે છે.

ચૂચાની આ ખાસ શક્તિના કારણે ફુકરાઓનો આ બિઝનેસ ખૂબ જ ચાલે છે. તેવામાં દિલ્હી અને સરહદ વિસ્તારમાં લોટરીના ધંધા સાથે જોડાયેલા એક મંત્રીનો ધંધો ફુકરા ટીમના કારણે બંધ થવાના આરે હોય છે. તેવામાં મંત્રી એક એવી ચાલ ચાલે છે જેનાથી ફુકરા ટીમને કરોડોનું નુકસાન થઇ જાય છે. આગળ શું થાય છે તે જાણવા માટે તમારે થિયેટર્સ સુધી જવું પડશે.
ફુકરે રિટર્ન્સની સ્ટોરીમાં કંઇ નવું નથી. આ ફિલ્મ જોતા તમને વાંરવાર લાગશે કે ફુકરે ફિલ્મ આ ફિલ્મ કરતાં વધારે સારી હતી. પુલકિત, વરુણ અને પંકજ ત્રિપાઠીનો અભિનય દમદાર છે. કોમેડી સીન્સ ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યા છે, જે ચોક્કસપણે તમને હસાવશે.

Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

રામાયણ અને મહાભારતમાં રોલ પ્લે કરનારા આ પાત્રો પણ રાજકાણના રંગે રંગાઈ ચૂક્યા છે

Mayur

મલાઈકાએ ફોર્મમાં આવીને video તો મુકી દીધો પણ પછી લોકોએ જે મજા લીધી એ એમને નહીં ગમે

Alpesh karena