GSTV
Home » News » Movie Review : મનોજ બાજપાયીનો ઉમદા અભિનય, સિદ્ધાર્થ-રકુલની બોરિંગ લવસ્ટોરી છે ‘ઐય્યારી’

Movie Review : મનોજ બાજપાયીનો ઉમદા અભિનય, સિદ્ધાર્થ-રકુલની બોરિંગ લવસ્ટોરી છે ‘ઐય્યારી’

સ્પેશિયલ 26, એમ એસ ધોની જેવી સુપરહિટ ફિલ્મો આપનારા જાણીતા ડાયરેક્ટર નીરજ પાંડેની ફિલ્મોની વિશેષતા એ હોય છે કે તેમની ફિલ્મો અન્ય ફિલ્મો કરતાં હટકે હોય છે. આ દરમિયાન તેઓ વધુ એક હટકે ફિલ્મ ઐય્યારી લઇને આવ્યા છે. જેમાં પહેલી વખત મનોજ બાજપાયી અને સિદ્ધાર્થ મલ્પોત્રાની જોડી એકસાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળી છે. અગાઉ આ ફિલ્મ 26મી જાન્યુઆરીએ રિલિઝ થવાની હતી પરંતુ પેડમેન સાથેની ક્લેશથી બચવા માટે આ ફિલ્મની રિલિઝ 16 ફેબ્રુઆરી કરી દેવામાં આવી હતી.

સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી કર્નલ અભય સિંહ (મનોજ બાજપાયી) અને મેજર જય બખ્શી (સિદ્ધર્થ મલ્હોત્રા) વચ્ચેની દલીલોથી શરૂ થાય છે.તેઓ ભારતીય આર્મી માટે કામ કરે છે પરંતુ કેટલીક એવી ઘટનાઓ ઘટે છે જેના કારણે જય અચાનક દિલ્હી માંથી ગાયબ થવાની તક શોધી રહ્યો છે. તેવામાં બીજી બાજુજયના ગુપુ અભય સ્તબ્ધ થઇ જાય છે કે આખરે જય ભારતીય સેનાને દગો શા માટે આપી રહ્યો છે. સ્ટોરીમાં જયના લવ ઇન્ટરેસ્ટ તરીકે સોનિયા (રકુલ પ્રિત) જોવા મળી રહી છે. સ્ટોરીમાં તમને દિલ્હીથી કાશ્મીર, લંડન અને ફરીથી દિલ્હીના લોકેશન્સ જોવા મળશે. કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મનો અંત રસપ્રદ છે પરંતુ તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની મજબૂત કડી

ફિલ્મમાં નીરજ પાંડેએ જે મુદ્દાઓ દર્શાવ્યા છે તે સાચી ઘટનાઓ પર આધારિત છે તેવું કહેવામાં આવી રહ્યું છે, જો કે નીરજ પાંડે એ આ વાતને નકારી કાઢી છે. સાથે જ ફિલ્મનું ડાયરેક્શન, લોકેશન અને સિનેમેટોગ્રાફી સુંદર છે.

મનોજ બાજપાયીનો અભિનય તમને જકડી રાખશે અને આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ અત્યાર સુધીનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે. રકુલપ્રિત, અનુપમ ખેર, નસીરુદ્દીન શાહ, આદિલ હુસૈન, કુમુદ મિશ્રાના કિરદારો પણ ફિલ્મને રસપ્રદ બનાવે છે.

ફિલ્મના નબળા પાસા

ફિલ્મ ઘણી લાંબી છે. હજુ આ ફિલ્મને એડિટ કરીને શાર્પ બનાવી શકાઇ હોત. ફિલ્મમાં એવું કોઇ સોન્ગ નથી જે ફિલ્મની રિલિઝ પહેલા હિટ થયું હોય. આ ફિલ્મમાં પણ કેટલાંક એવા સીન્સ છે જે તેમની અગાઉની ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. સાથે જ ફ્લેશબેકમાં દર્શાવેલી રકુલ અને સિદ્ધાર્થની લવ સ્ટોરી ખૂબ જ બોરીંગ લાગે છે.

સ્ટાર- 2.5 સ્ટાર

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar