GSTV
Home » News » Movie Review: ખૂબ હસાવશે ‘જેન્ટ્સ પ્રૉબ્લેમ’ વાળી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’

Movie Review: ખૂબ હસાવશે ‘જેન્ટ્સ પ્રૉબ્લેમ’ વાળી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’

વર્ષ 2013માં આવેલી તમિલ ફિલ્મ ‘કલ્યાણ સમયાલ સાધમ’ બની હતી, જેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના 4 વર્ષ બાદ ડિરેક્ટર આર એસ પ્રસન્નાએ પ્રોડ્યુસર આનંદ એલ.રાય અને ઇરોસ ઇન્ટરનેશનલની સાથે મળીને તેની હિન્દી રિમેક ‘શુભ મંગલ સાવધાન’ બનાવી છે. આ ફિલ્મની વાર્તામાં સોશ્યલ મેસેજને કૉમેડીના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે.

સ્ટોરી:

ફિલ્મની સ્ટોરી દિલ્હીમાં રહેતા મુદિત શર્મા (આયુષ્માન ખુરાના) અને સુગંધા જોશી (ભૂમિ પેંડનેકર)ની છે. પહેલી જ નજરમાં મુદિતને સુગંધા સાથે પ્રેમ થઇ જાય છે. પરંતુ તે પોતાના પ્રેમને ઇઝહાર કરી શકતો નથી, એક દિવસ જ્યારે મુદિત સુંગધાને પોતાના દિલની વાત કહેવાની નક્કી કરે છે, તે દિવસે રસ્તામાં મુદિત નાચતા ભાલુની વચ્ચે ફસાઈ જાય છે અને ત્યાં હાજર રહેલી સુંગધા આ જોઈને હસવા લાગે છે, પરંતુ મનમાંને મનમાં તેણે પ્રેમ કરવા લાગે છે. મુદિત પોતાના લગ્નની ઑનલાઇન રિક્વેસ્ટ સુગંધાના ઘર મોકલે છે, જેને ઘરના લોકો સ્વીકારી લે છે. મુદિત અને સુગંધાની સગાઇ થઇ જાય છે. પરંતુ લગ્ન પહેલા સુગંધાને મુદિતના ગુપ્ત રોગ અંગે ખબર પડે છે, જેના કારણે સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. છેલ્લે શું થાય છે, મુદિત અને સુગંધાના પરિવારના લોકોને આ વિશે ખબર પડશે? શું મુદિત અને સુગંધાને લગ્ન થઇ શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:

ફિલ્મનું ડિરેક્શન સારું છે. ડિરેક્ટર આર એસ. પ્રસન્નાએ ક્યાંયથી પણ એમ નથી લાગવા દીધું કે આ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ, કેમેરાવર્કની સાથે જ લોકેશન સારા છે. ફિલ્મના ડાયલૉગ ઉમદા છે, જે તમને હસાવવામાં મજબૂર કરશે.ફિલ્મનો ફર્સ્ટ હાફ જકડી રાખે છે પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ નબળી પડી જાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સારો નથી.

એક્ટિંગ:

આયુષ્માન ખુરાનાએ સારી એક્ટિંગ કરી છે, તો તેની સાથે જ ભૂમિ પેંડનેકરની પણ એક્ટિંગ સારી છે. ‘દમ લગા કે હઇશા’ ફેમ આ જોડીની કેમેસ્ટ્રી સારી છે. સીમા પાહવાની સાથે બાકીના તમામ કેરેક્ટરોનું પરફૉર્મન્સ સારું છે.

મ્યૂઝિક:

ફિલ્મનું મ્યૂઝિક સારું છે, ખાસ કરીને ‘સૈયા સૈયા’ અને ‘કાન્હા’ સોંગ્સ સારા છે, બાકીના સોંગ્સ ઠીક-ઠાક છે.

ફિલ્મ જોવી કે નહીં:

‘શુભ મંગલ સાવધાન’માં સારા એક્ટર્સ અને સારી સ્ટોરીનું કૉમ્બિનેશન છે, તો ફિલ્મ જરૂરથી એક વખત જોવી જોઇએ.

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!