GSTV
Home » News » Movie Review: મુબારકા

Movie Review: મુબારકા

અનીસ બઝ્મીને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મો બનાવવા માટે જાણવામાં આવે છે. ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’, ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોને અનીસ બઝ્મીએ જ ડિરેક્ટ કરી છે અને ફરી એક વખત ફેમિલી એન્ટરેટન કરવા માટે અનીસે ફિલ્મ ‘મુબારકા’ બનાવી છે. ફેમિલી, લવ એને કૉમેડીથી ભરપૂર આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર શું કમાલ દેખાડી શકશે કે નહી, એ તો ફિલ્મ જોઇને જાણી શકાશે. ત્યાં સુધી જુઓ, ફિલ્મનો રિવ્યુ…

સ્ટોરી:

આ ફિલ્મ લંડનથી શરૂ થાય છે. જેમાં માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું અવસાન થઈ જાય છે. બંને બાળકો કરણ(અર્જુન કપૂર) તથા ચરણ (અર્જુન કપૂર) જીવિત રહી જાય છે. કાકા કરતાર સિંહ (અનિલ કપૂર) બંને બાળકોમાંથી કરણને લંડન રહેતી બહેન(રત્ના પાઠક શાહ) તથા ચરણને પંજાબમાં રહેતા બળદેવ(પવન મલ્હોત્રા)ને સોંપી દે છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ બંનેની ફેમિલી તેમના લગ્ન કરાવવા માટે છોકરીઓ શોધે છે, પરંતુ બંનેને પહેલાથી જ ગર્લફ્રેન્ડ્સ હોય છે. એક તરફ બિકલ (આથિયા શેટ્ટી) અને બીજી તરફ સ્વીટી (ઇલિયાના ડિક્રૂઝ). હવે કરણ અને ચરણના કાકા કરતાર સિંહ શું તેમના ભત્રીજાના લગ્ન કરાવી શકશે? તે માટે તમારે થિયેટર સુધી જવું પડશે.

ડિરેક્શન:

અનીસ બઝ્મીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે જેમાં કૉમેડીનો તડકો છે. ફિલ્મનું ડિરેક્શન, કેમેરા વર્ક અને લોકેશન કમાલના છે. ફિલ્મના સંવાદો કમાલના છે. ઘણીવાર તમે હસી-હસીને લોટ-પોટ થઈ જાવ છો. ફિલ્મમાં ઈમોશનલ મોમેન્ટ્સ પણ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સારો છે પરંતુ સેકન્ડ હાફ લાંબો છે, જેને એડિટ કરી શકાયો હોત.

એક્ટિંગ:

ફિલ્મમાં દરેક એક્ટર્સે સારી પરફૉર્મન્સ આપી છે. અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. અર્જૂન કપૂરે ડબલ રોલ પણ સહજતાથી પ્લે કર્યાં છે. રત્ના પાઠક શાહ તથા પવન મલ્હોત્રાની એક્ટિંગ ધી બેસ્ટ છે. ઇલિયાના ડિક્રૂઝ અને આથિયા શેટ્ટીનું કામ પણ સારું છે. નેહા શર્મા, રાહુલ દેવ અને કરણ કુદ્રાંએ પણ સારી એક્ટિંગ કરી છે.

મ્યુઝિક:

ફિલ્મના મોટાભાગના સોન્ગ્સ તમને પસંદ આવશે, ખાસ કરીને ‘હવા હવા’ ગમશે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.

ફિલ્મ જોવી કે નહી:

જો તમને ફેમિલી ડ્રામાની સાથે કૉમેડી પણ જોવી હોય તો તમને આ ફિલ્મ જરૂરથી પસંદ આવશે.

Related posts

PM Narendra Modi Movie Review : હકીકત કરતાં મોદીને સંત સ્વરૂપે દર્શાવે છે ફિલ્મ

Bansari

Movie Review : ફૂલ પૈસા વસૂલ અને કોમેડી-ડ્રામાની કૉકટેલ છે અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે’

Bansari

કરણ જોહરના નામે વધુ એક ‘કલંક’, ટિકીટ ખરીદતા પહેલા વાંચી લો Student Of The Year 2નો Review

Bansari
Do NOT follow this link or you will be banned from the site!