GSTV
Home » News » Movie Review : બદલાની આગ અને બોલ્ડનેસથી ભરપૂર છે ‘હેટ સ્ટોરી 4’

Movie Review : બદલાની આગ અને બોલ્ડનેસથી ભરપૂર છે ‘હેટ સ્ટોરી 4’

હોલીવુડની યંગ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની ફિલ્મ હેટ સ્ટોરી 4 આજે રિલિઝ થઇ ચુકી છે. ડાયરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ હેટ સ્ટોરી સિરિઝની ચોથી કડી હેટ સ્ટોરી 4 A સર્ટિફિકેટ સાથે રિલિઝ થઇ છે. આ ફિલ્મમાં ઉર્વશી ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. કરણ વાહી સાથે તેના ઇન્ટીમેટ સીન્સના કારણે આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં રોમાન્સ અને બદલો લેવાની ભાવના ભરપૂર જોવા મળી રહી છે.

ઉર્વશીને ટૉપની હિરોઇન બનવાના ઓરતા છે અને તેની મુલાકાત એક ખાસ વ્યક્તિ સાથે થાય છે. તે ખાસ વ્યક્તિ એક ફએશન ફોટોગ્રાફર છે. જેને તે ખૂબ જ પસંદ કરે છે. તેવામાં ફોટોગ્રાફર પણ તેને પ્રેમ કરવા લાગે છે. આ ફેશન ફોટોગ્રાફરનો એક ભાઇ વિવાન પણ છે. વિવાન ધનાઢ્ય વ્યક્તિ છે. વિવાનની એક ગર્લફ્રેન્ડ છે ઇહાના. તેમ છતાં તે ઉર્વશઈને પ્રેમ કરવા લાગે છે. એક પાર્ટીમાં વિવાને તેને ઉંઘની ગોળીઓ આપીને તેનો ગેરલાભ ઉઠાવે છે. ભાનમાં આવ્ પછી ઉર્વશઈ કહે છે કે તેના ભાઇને આ વિશે જાણ થશે તો શુ થશે. તેવામાં વિવાન તેને તેની સાથે રહેવા માટે કહે છે. ઉર્વશી તેને યાદ અપાવે છે કે તેની એક ગર્લફ્રેન્ડ પણ છે. આ વચ્ચે કરણને આ અંગે જાણ થઇ જાય છે અને તે પોતાના ભાઇને દોષી માને છે. તે પછી સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે જ્યારે તેને જાણ થાય છે કે આખો પ્લાન ઉર્વશીનો જ હતો.

ઉર્વશીના આ પ્લાન પાછળનું કારણ શું હતું તે જાણવા માટે તમારે થિયેટર્સમાં જવું પડશે. ફિલ્મના અન્ય પાસાઓની વાત કરીએ તો ફિલ્મના ડાયલોગ્સ દમદાર છે. વિશાલ પંડ્યાના ડાયરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મ્યુઝિક તનિષ્ક બાગચી, મિથુન, આઅકો પ્રવો મુખર્જી, ટોની કક્કડ અને બમનનું છે. ઉર્વશી, કરણ વાહી, ઇહાના અને વિવાનની ફિલ્મ હેટ સ્ટોરી 4માં તમને વર્ષ 2005નું ફેમસ સોન્ગ આશિક બનાયા જોવા મળશે.

Related posts

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

અંગૂરી ભાભીનાં ઘરે રાજનેતાઓની લાઈન, દરેક પક્ષો પ્રચાર માટે મનાવવાં તૈયાર

Path Shah