GSTV
Home » News » Movie Review : ‘ફિરંગી’ છે કોમેડીથી ભરપૂર ફિલ્મ, કપિલ હસાવીને કરશે લોટપોટ

Movie Review : ‘ફિરંગી’ છે કોમેડીથી ભરપૂર ફિલ્મ, કપિલ હસાવીને કરશે લોટપોટ

કપિલ શર્માની બીજી ફિલ્મ થિયેટરોમાં આવી ચુકી છે અને આ ફિલ્મ દ્વારા કપિલ શર્માએ પ્રોડ્યૂસર તરીકે એક નવી ઇનિંગ શરૂ કરી છે. રાજીવ ઢિંગરાએ આ ફિલ્મની સ્ટોરી લખવાની સાથે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મમાં તનુશ્રી દત્તાની બહેન ઇશિતા દત્તા અને મોનિકા ગિલ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. કપિલ ટીવી પર એક જાણીતો ચહેરો છે અને હીરો તરીકે કપિલની આ બીજી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી તેથી કપિલના ચાહકો એવી આશા રાખી રહ્યાં છે કે તેની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હીટ નિવડે, પરંતુ પાછલા કેટલાંક દિવસોમાં કપિલ કેટલાંક વિવાદોમાં ઘેરાયો હતો, જેના કારણે તેની છવિ ખરડાઇ છે.

 

ફિલ્મની કથા અંગ્રેજોના શાસન દરમિયાનની છે, જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું અને તેમણે ભારતીયોને પોતાના ગુલામ બનાવ્યા હતાં. તે સમયગાળા દરમિયાન જ્યાં એકબાજુ લોકોના મનમાં અંગ્રેજી હકુમત વિરુદ્ધ વિદ્રોહની ભાવના જન્મી રહી હતી., ત્યાં એક એવો વ્યક્તિ પણ હતો જેના માટે અંગ્રેજો ખરાબ લોકો ન હતાં. એ વ્યક્તિનું નામ હતું મંગા (કપિલ શર્મા), જે કોઇ લાયકાત ધરાવતો ન હતો પરંતુ તેની લાતમાં જાદુ હતો. તે જેને પણ લાત મારે તેની કમરનો દુખાવો ગાયબ થઇ જતો. આ દરમિયાન તેનો ભેટો તેના પ્રેમ સરગી (ઇશિતા દત્તા) સાથે થઇ જાય છે. બંને પ્રેમી પંખીડા લગ્ન કરવા ઇચ્છે છે પરંતુ સરગીના દાદા લાલાજી (અંજન શ્રીવાસ્તવ) અંગ્રેજોના નોકર સાથે પોતાની પૌત્રીના લગ્ન કરાવાથી સ્પષ્ટપણે ઇનકાર કરી દે છે.

 

 ત્યારબાદ અંગ્રેજો મંગાનું ગામ ખાલી કરાવવાનો આદેશ આપે છે, જે પછી ગામવાસીઓ રોષે ભરાય છે અને સાથ ન આપવા માટે ગામવાસીઓ મંગાને ટોણા મારે છે.  અહીં ફિલ્મની સ્ટોરીમાં એક ટ્વીસ્ટઆવે છે અને કપિલ આઝાદીની લડતમાં લોકોનો સાથ આપે છે. શું સરગી અને મંગાનો પ્રેમ લગ્નના બંધનમાં પરિણમશે? શું ગામવાસીઓને અંગ્રેજી હકુમત માંથી આઝાદી મળશે? આ સવાલના જવાબ તમને થિયેટરમાં જ મળશે. જો કે સ્વતંત્રતા સંગ્રામ પર ઘણી ફિલ્મો બની ચુકી છે પરંતુ આ ફિલ્મને કોમેડી ટચ આપવામાં આવ્યો હોવાથી આ ફિલ્મ તમને ચોક્કસપણે થિયેટર સુધી ખેંચી જશે.

 

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

ગેમ ઓફ થ્રોંસ 8: બોલ્ડ સીન્સ ઉપર વિવાદ થયો તો એક્ટ્રેસે આપ્યો આ જવાબ

Nilesh Jethva