GSTV
Home » News » Movie Review: Captain Marvel આ વીકએન્ડ પર જોવા જવાય કે નહીં? અહીં જાણો

Movie Review: Captain Marvel આ વીકએન્ડ પર જોવા જવાય કે નહીં? અહીં જાણો

Captain Merval review

હોલિવૂડ ફિલ્મ ‘કેપ્ટન માર્વલ’ આજે(8 માર્ચ) રિલીઝ થઈ છે. નવા સુપરહીરોની દમદાર એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા સશક્તિકરણ દર્શાવતી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે ફિલ્મની કહાની નબળી હોવાના કારણે આ એકમાત્ર માઇનસ પોઈન્ટ છે. આ એટલા માટે કારણ કે માર્વલ સીરીઝમાં જેટલા પણ સુપરહીરો છે તેમનું જન્મ અમુક ટ્વિસ્ટ અને દમદાર કહાનીથી આગામી પાર્ટ માટે એક્સાઇટમેન્ટ ઉત્પન્ન કરે છે. જે આ ફિલમમાં મિસિંગ છે.

જોકે હોલીવુડ એક્ટ્રેસ બ્રી લાર્સનને કેપ્ટન માર્વલના રોલને ન્યાય આપ્યો છે. આ ફિલ્મની કહાની થોડી નબળી છે. કેપ્ટન માર્વલનો જન્મ અને તેના પાવરફુલ વુમન બનવાની કહાની અન્ય એવેન્જર્સના સુપરહીરો જેવી જ છે. જેથી કહાનીમાં કોઈ પણ નવી વાત જોવા મળી નથી. ફિલ્મનો પહલો હાફ પાત્રનો પરિચય કરવામાં જાય છે. જ્યારે બીજા હાફમાં જબરદસ્ત એક્શન અને કેપ્ટન માર્વલનો અસલી પાવર જોવા મળે છે.

આ ફિલ્મમાં કેપ્ટન માર્વલનો સાથ આપવા માટે નિક ફ્યૂરી(Samuel L. Jackson) પણ દેખાય છે. જે માર્વલનો અંતિમ સમય સુધી સાથ આપે છે. જોકે સંપૂર્ણ ફિલ્મ દરમિયાન વચ્ચે-વચ્ચે તમને કહાની થોડી નબળી લાગી શકે છે. પરંતુ ક્લાઇમે્કસને શાનદાર રીતે દર્શાવવામાં આવ્યું છે અને ફિલ્મની કહાનીને એવેન્જર્સના ચોથા પાર્ટ ‘એન્ડગેમ’(Endgame) સાથે જોડવામાં આવે છે.

કેપ્ટન માર્વલની કહાની થોડી આગળથી શરૂ થાય છે. ક્રી(Kree) નામના સ્પેસક્રાફ્ટમાં કેરોલ ડેનવર્સ(Carol Danvers) નામની પાવરફુલ મહિલા હોય છે. જેની પાસે એવી શક્તિઓ છે જેને તેઓ ઓળખી શકતી નથી. ક્રી સ્પેસશિપમાં તેને વીર્સ(Vers) નામથી બોલાવે છે. સ્પેસશિપની લડાઈ દરમિયાન કેરોલ કેદ થઈ જાય છે. જ્યાં સ્ક્રલ્સ(અન્ય સ્પેસશિપ)નો હેડ કોરેલના મગજમાંથી માહિતી મેળવવાની કોશિશ કરે છે. પરંતુ કોરલ ત્યાંથી નીકળવામાં સફળ થાય છે અને પૃથ્વી પર પડે છે. જ્યાં કેરોલને નવી દુનિયા મળે છે અને ત્યાં તેના જીવનના કેટલાક કિસ્સાઓ જોડાયેલ હોય છે. પરંતુ કેરોલને કઇ પણ યાદ આવતું નથી અને પછી કેરોલ કેવી રીતે કેપ્ટન માર્વલ બને છે. તેના માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

Read Also

Related posts

HDFC બેંકે પાસબુક પર કેમ એવું લખ્યું કે ખાતામાં 1 લાખથી વધુ હશે તો અમારી જવાબદારી નહીં

Dharika Jansari

બાળકોના રૂમને આપો નવો ઓપ, દિવાળી પર આ રીતે કરો ગોઠવણ

Bansari

‘લવ સીન શરૂ થતાં પહેલાં જ થઇ જતો હતો…’ સિદ્ધાર્થ શુક્લાને લઇને રશ્મિ દેસાઇએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!