Movie Review : એક્શનનો ડબલ ડોઝ છે Baaghi-2

અહેમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બાગી-2’માં ટાઇગર શ્રોફ અને દિશા પટણી મુખ્ય ભુમિકામાં છે. ટાઇગર અને દિશાએ પહેલીવાર કોઇ ફિલ્મ માટે સ્ક્રીન શેર કરી છે. અગાઉ આ યંગ કપલને એક સૉન્ગમાં જોવામાં આવ્યાં હતા. ફિલ્મમાં ટાઇગરની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. ફિલ્મ વર્ષ 2016માં રિલિઝ થયેલી ફિલ્મ ‘બાગી’ની સિક્વલ છે. ફિલ્મ બાગી તેલુગુ ફિલ્મ ‘ક્ષણમ’ની રિમેક છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે.

બાગી-2માં ટાઇગર શ્રોફ રૉનીની ભુમિકામાં જોવા મળી રહ્યો છે અને દિશા પટણી નેહાના પાત્રમાં છે. નેહા અને રૉનીની મુલાકાત કોલેજના દિવસો દરમિયાન થાય છે. રૉની અને નેહા વચ્ચે મિત્રતા થઇ જાય છે. થોડા સમય બાદ તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ જાય છે. રૉની અને નેહા લગ્ન કરવાનો નિર્ણય લે છે, પરંતુ લગ્નના ગણતરીના દિવસો પહેલાં જ નેહા સાથે એક દુર્ઘટના ઘટે છે. આ દુર્ઘટનાના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે. તે પછી ફિલ્મમાં એક ટ્વિસ્ટ આવે છે. નેહા રૉનીને એક બાળકીને શોધી લાવવા કહે છે. ફિલ્મમાં એક્શનનો ડબલ ડોઝ જોવા મળશે. તમને આ મિશનની શરૂઆતમાં જ એક્શનની ભરમાર જોવા મળશે. ફિલ્મમાં ટાઇગરની ડાયલૉગ ડિલિવરી જબરદસ્ત છે, ત્યાં ટાઇગર અને દિશા વચ્ચેની કેમેસ્ટ્રી પણ દમદાર છે. જો તમને એક્શન ફિલ્મો પસંદ હોય તો તમને આ ફિલ્મ પસંદ આવશે.

 જો ફિલ્મના સ્ક્રીન્સની વાત કરીએ તો ફિલ્મને ભારતમાં 3500 સ્ક્રીન્સ પર રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મ 45 દેશોમાં રિલિઝ થઇ છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મ 4125 સ્ક્રીન્સ પર રિલિઝ થઇ છે. દિશા પટણી અગાઉ ‘એસએસ ધોની’ ફિલ્મમાં જોવા મળી હતી. ટાઇગરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત હિરોપંતી સાથે કરી હતી, તે પછી તેની મુન્ના માઇકલ, બાગી, ફ્લાઇંગ જાટ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter