આ સેલિબ્રિટીઓને જ્યારે પ્રેમ થયો ત્યારે ઉંમર દિવાલ બની નથી, પ્રેમ આંધળો હોય છે

પ્રેમની વચ્ચે ઉંમર ક્યારેય પણ દિવાલ બનતી નથી અને તાજુ ઉદાહરણ છે બૉલીવુડના ઘણા એવા દંપત્તિ, જેણે પોતાના પ્રેમના માર્ગમાં ઉંમરને ક્યારેય પણ દિવાલ બનવા દીધી નથી. અહીં અમે એવા દંપત્તિ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેણે ઉંમરના આ ગેપને નજરઅંદાજ કરીને પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે અથવા પછી પસંદ કરવાની તૈયારીમાં છે.

હાલમાં ફરહાન અખ્તર (45 વર્ષ) ટીવી સેલિબ્રિટી અને હોસ્ટ શિબાની દાંડેકર (38)ની સાથે પ્રેમ ફરમાવી રહ્યાં છે અને ચર્ચા છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

અભિનેત્રી મલાઇકા અરોડા (45 વર્ષ) અત્યારે અર્જુન કપૂર (33 વર્ષ)ની સાથે પોતાના અફેરને લઇને ખૂબ ચર્ચામાં છે.

મલાઇકાના પૂર્વ પતિ અરબાઝ ખાન (51) પણ અત્યારે ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની (29) વર્ષની સાથે પોતાના અફેરના કારણે ચર્ચામાં છે.

મિસ યૂનવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન (43) પોતાની ઉંમરથી 15 વર્ષ નાના મૉડલ રોહમન શૉલ (27 વર્ષ)ની સાથે પ્રેમમાં છે અને આ વાત ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ દ્વારા કહી ચૂકી છે.

પ્રિયંકા ચોપડાએ (36 વર્ષ) પોતાનાથી ઉંમરમાં 10 વર્ષ નાના હૉલિવુડ સિંગર નિક જોનસ (26 વર્ષ)ની સાથે હાલમાં પ્રભુતામાં પગલા માંડ્યા છે અને જેને કારણે તેઓ અત્યારે ખૂબ ચર્ચામાં છવાયેલી છે.

38 વર્ષની કરીના કપૂરથી 10 વર્ષ મોટા છે સૈફ અલી ખાન (48 વર્ષ), પરંતુ તેમના પ્રેમમાં ક્યારેય રોડા આવ્યા નથી.

કુણાલ ખેમૂથી અંદાજે 5 વર્ષ મોટી છે સોહા અલી ખાન. કુણાલ જ્યાં અત્યારે 35 વર્ષના છે, તો સોહા 40 વર્ષની છે.

ઐશ્વર્યા રાય બચ્ચનથી 3 વર્ષ નાના છે તેના પતિ અભિષેક બચ્ચન.
ઐશ્વર્યા- 1 નવેમ્બર 1973 (45 વર્ષ)
અભિષેક બચ્ચન- 5 ફેબ્રુઆરી 1976 (42 વર્ષ)

બૉલીવુડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે બે વર્ષ પહેલા વર્ષ 2016માં છૂપીરીતે લગ્ન કર્યા હતાં. તેના પતિ અને કાશ્મીરી મૉડલ મોહસિન અખ્તર મીર તેમનાથી લગભગ 10 વર્ષ નાના છે.

ગયા વર્ષે નેહા ધૂપિયા (38 વર્ષ)એ છૂપીરીતે પોતાના બૉયફ્રેન્ડ અંગદ બેદી સાથે લગ્ન કર્યા. જે ઉંમરમાં ખૂબ વધારે નહીં, પરંતુ તેમનાથી બે વર્ષ નાના છે.
નેહા- 27 ઓગષ્ટ 1980 (38 વર્ષ)
અંગદ- 6 ફેબ્રુઆરી 1983 (35 વર્ષ)

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter