GSTV
Gujarat Government Advertisement

અહેમદ પટેલના નિધનથી રાજકીય જગતમાં શોક, દિગ્વિજય સિંહ બોલ્યા-‘કોંગ્રેસીઓ માટે દરેક રાજનૈતિક મર્ઝની દવા હતાં’

અહેમદ

Last Updated on November 25, 2020 by Bansari

દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર દોડી ગઇ છે. પાર્ટી નેતા અને એમપીના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. દિગ્વિજય સિંહે કહ્યું કે અહેમદ પટેલ નથી રહ્યા. એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી ચાલ્યા ગયા. અમે બંને વર્ષ 77થી સાથે રહ્યા. તે લોકસભામાં પહોંચ્યા હું વિધાનસભામાં. અમારા તમામ કોંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજનૈતિક મર્ઝની દવા હતા. મૃદુભાષી, વ્યવહાર કુશળ અને હંમેશા હસતા રહેવુ તેમની ઓળખ હતી.

દિગ્વિજય સિંહે અહેમદ પટેલના નિધન પર કરી ટ્વીટ

દિગ્વિજય સિંહે કહ્યું કે કોઇ ગમે તેટલુ ગુસ્સે થઇને જાય તેમનામાં તે ક્ષમતા હતી કે તેઓ તેને સંતુષ્ટ કરીને જ મોકલતા હતા. મીડિયાથી દૂર પરંતુ કોંગ્રેસના દરેક નિર્ણયમાં સામેલ. કડવી વાત પણ ખૂબ જ મીઠા શબ્દોમાં કહેવુ તેમની પાસેથી શીખી શકતો હતો. કોંગ્રેસ પાર્ટી તેમનુ યોગદાન ક્યારેય નહી ભૂલી શકે. અહેમદ ભાઇ અમર રહે.

અહેમદ પટેલ નથી રહ્યા. એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી ચાલ્યા ગયા. અમે બંને વર્ષ 77થી સાથે રહ્યા. તે લોકસભામાં પહોંચ્યા હું વિધાનસભામાં. અમારા તમામ કોંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજનૈતિક મર્ઝની દવા હતા. મૃદુભાષી, વ્યવહાર કુશળ અને હંમેશા હસતા રહેવુ તેમની ઓળખ હતી.

અર્જૂન મોઢવાડિયાએ શોક વ્યક્ત કર્યો

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે તેઓ આ ખબરથી ખૂબ જ દુખી છે, આજે ભારત માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, અમે અમારો પ્રિય મિત્ર, દાર્શનિક અને પથ પ્રદર્શકને ગુમાવ્યો છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે અહેમદ પટેલ મારા માટે હંમેશા પથ દર્શક બની રહેશે.

અહેમદ પટેલનું નિધન એક ખાલી સ્થાન છોડી ગયા- પ્રિયંકા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અહેમદ પટેલ ફક્ત બુદ્ધિમાન અને અનુભવી સાથી જ ન હતાં જેમની પાસે હું હમેશા સલાહ અને સહયોગ માટે જતી હતી, પરંતુ તેઓ એક મિત્ર સમાન હતા, જે અમારી સાથે વિશ્વસનીય સાથી તરીકે ઉભા રહ્યાં. તેમનુ નિધન એક ખાલી સ્થાન છોડી ગયુ છે. તેમની આત્માને શાંતિ મળે.

અસાધારણ ટેલેન્ટના સ્વામી હતાં અહેમદ પટેલ- સિંઘવી

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેઓ અત્યાર સુધી જે નેતાઓને મળ્યા છે તેમાંથી અહેમદ પટેલ સૌથી તીક્ષ્ણ મેઘાની શખ્સિયત હતા. તેમણે લખ્યું કે તેમની પાસે અસાધારણ ટેલેન્ટ હતુ. તેમની યાદ કરવાની ક્ષમતા અદ્ભૂત હતી.  

કોંગ્રેસ નેતા સુષ્મિતા દેબે કહ્યું કે અહેમદ પટેલ પાર્ટી અને તેમના માટે શક્તિના સ્તંભ હતાં. તેઓ તમામ લોકોની વાતોને ગંભીરતા અને ધૈર્યપૂર્વક સાંભળતા હતા. સુષ્મિતા દેબે કહ્યું કે તેઓ મુશ્કેલ સમયમાં હંમેશા તેમને સાચી અને સારી સલાહ આપતા હતાં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હવે ડિજિટલ ગુનાઓ આચરનારા ચેતી જજો, રાજ્યના 10 જિલ્લાઓમાં શરૂ થયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

Pritesh Mehta

મોટા સમાચાર/ અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Pritesh Mehta

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!