GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

માઉન્ટેન મેન દશરથ માંઝીના પરિવારની હાલત છે દયનીય, મદદ માટે લગાવી પોકાર

ગયાનો દશરથ માંઝી જે સમગ્ર દેશમાં માઉન્ટેન મેનના નામથી ચર્ચામાં આવ્યો હતો. જેણે પ્રેમ માટે થઈને પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો. દશરથ માંઝી ઉપર ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. તેના નામ ઉપર રસ્તા, હોસ્પિટલો વિગેરે બનાવવામાં આવ્યાં છે. પરંતુ આજે તેમનો પરિવાર દેણામાં ડુબી ગયો છે. એટલું જ નહીં દશરથ માંઝીએ બે વર્ષિય પૌત્રી પિંકી માટે સમગ્ર પરિવારે દેણું લીધું છે. પરંતુ હવે તેની પાસે એટલા પૈસા પણ નથી બચ્યા કે તે આ બાળકીની સારવાર કરાવી શકે.

દશરથ માંઝીનો પૌત્ર મદ્રાસમાં કામ કરતો હતો અને દેશમાં લોકડાઉન થતા તે પોતાના ઘરે ચાલ્યો આવ્યો હતો. તે બાદ લોકડાઉનના કારણે તે ઘરમાં જ છે અને તેને કોઈ કામ પણ મળી રહ્યું નથી. એવામાં કેટલાક દિવસ પહેલા દશરથ માંઝીએ બે વર્ષિય પૌત્રી પિંકી કુમારીનો રોડ એક્સીડન્ટ થયું. અકસ્માતમાં પૌત્રી પિંકીનો એક હાથ અને એક પગ તુટી ગયો.

પૌત્રી પિંકીની સારવાર માટે સમગ્ર પરિવારે ગ્રામ્યજનો પાસેથી કર્જ લઈને સારવાર કરાવી રહ્યો છે. ત્યારે હવે કોઈની પાસે પિંકી કુમારીની સારવાર માટે રૂપિયા નથી અને પરિવારના લોકો પૈસા માટે મોહતાજ બની ગયા છે. તેવામાં પરિવારના લોકો સરકાર પાસે બાળકીની સારવાર માટે મદદ માંગી રહી છે.

પરિવારના લોકોએ જણાવ્યું કે, આજસુધી ઈન્દિરા આવાસનો લાભ નથી મળ્યો. માઉન્ટન મેનના પુત્ર ભગીરથ માંઝીને વૃદ્ધ પેન્શનનો લાભ મળતો હતો પરંતુ તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બોલિવૂડ ફિલ્મ નિર્દેશકોએ શુટીંગ કરતા સમયે ઘણા વાયદા કર્યા ફિલ્મની રોયલ્ટી મળવાની પણ વાત કરી પરંતુ તે પણ મળતી નથી. માઉન્ટન મેનનો પરિવાર આજે પહેલાની જેમ જ ભૂસાથી બનાવેલા ઘરમાં રહેવા માટે મજબુર બન્યાં છે.

તો બીજી તરફ દશરથ માંઝીના પુત્ર ભગીરથ માંઝીએ જણાવ્યું કે, બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે તેની મા કોઈ કામથી રોડની બીજી તરફ જઈ રહી હતી. ત્યારે પુરઝડપે આવેલા બાઈકે બાળકીને ટક્કર મારીને બાળકીનો એક હાથ અને એક પગ તુટી ગયો. તે કહી રહ્યાં છે કે, અમે લોકો ગરીબ છીએ. બાળકીની સારવાર કરાવવા માટે દેણું કરવું પડે છે. પરંતુ કેટલા રૂપિયા ઉધાર લઈને સારવાર કરાવીએ. હું ઘરની બહાર રહીને કામ કરી રહ્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે ઘરે આવી ગયો. તો લોકડાઉનના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, કામ નથી મળ્યું અને અહીંયા લોકડાઉન લાગેલું છે. આ લોકડાઉનમાં બહાર જઈને કામ પણ નથી માંગી શકતા.

તેણે વધુમાં જણાવ્યું કે, અત્યારે વરસાદ નથી જેના કારમે ખેતરોમાં ધાન પણ રોપવામાં નથી આવ્યું. અમે લોકો ઘરે બેરોજગાર બેઠા છીએ. મારા પિતાજીના કામને જોઈને મારા પિતાજીના નામ ઉપર અહીંયા રોડ બનાવી દેવામાં આવ્યો, હોસ્પિટલ અને પોલીસચોકી બનાવી દેવાયા. પરંતુ અમને સરકાર તરફથી કોઈ લાભ નથી મળી રહ્યો. જે લોકો ફિલ્મ બનાવવા માટે આવ્યાં હતાં. તે લોકોએ કહ્યું હતું કે, ફિલ્મના બે ટકા દેશે. પરંતુ અમે લોકો ભણેલા નથી. તે લોકોને શોધવા માટે મુંબઈમાં ક્યાં જઈએ, અમને એક રૂપિયો નથી દેવામાં આવ્યો. અમને જે વૃદ્ધ પેન્શન મળતું હતું તે પણ બંધ ખરી દેવામાં આવ્યું છે. બાળકીના સારવાર માટે અમારી પાસે એક કોડી પણ નથી બચી.

ઈજાગ્રસ્ત પિંકી કુમારીની માતા રાજવંતી દેવીએ જણાવ્યું કે અમને બાળકીની સારવારમાં મુશ્કેલી પડી રહી છે. બાળકીની દવાઓ અને ઈન્જેક્શન લેવા માટે પણ પૈસા નથી. અમે લોકો દેણું કરીને પ્રાઈવેટ ડોક્ટરને ત્યાં બાળકીની સારવાર કરાવી રહ્યાં છે. જેમાં 70 હજાર રૂપિયાનો ખર્ચો થઈ હયો, હવે બાળકીની સારવાર માટે પરિવાર પાસે પૈસા નથી. સરકારને અમે કહી રહ્યાં છીએ કે અમારી મદદ કરો.

Related posts

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

રામાયણની સીતા દીપિકા ચિખલીયા ‘ગાલિબ’થી કમબેક કરશે, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

Bansari

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!