GSTV

આજે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ રહેશે બંધ

Last Updated on June 30, 2019 by Alap Ramani

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ આજે પણ બંધ રહેશે. ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ ડેસ્ટીનેશન માઉન્ટ આબુમાં છેલ્લા 25 વર્ષથી કોઈ પણ પ્રકારના બાંધકામને મંજૂરી આપવામાં ન આવતા આબુ ગઈકાલેએ સજ્જડ બંધ પાળ્યો હતો. અને મોડી સાંજે કેન્ડલ માર્ટ કરી હતી. માઉન્ટ આબુમાં હોટલથી લઈ નાના ગલ્લાના વેપારીઓ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. જ્યાં સુધી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી માઉન્ટ આબુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે હજારો પ્રવાસીઓ અટવાયા છે.

સ્થાનિકોનું કહેવું છે કે આબુમાં બાંધકામ પર પ્રતિબંધ હોવાથી ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે. વગદાર અને પૈસાદાર લોકો બેરોકટોકપણે બાંધકામ કરી રહ્યા છે. જેના કારણે માઉન્ટ પર રહેતા સ્થાનિકોને બાંધકામ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. વળી આબુના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી લોકોના વર્ષો જૂના બાંધકામ જર્જરિત થઇ ગયા છે. આથી આ કાયદાને માઉન્ટ આબુમાંથી દૂર કરવા અનિશ્ચિત સમય સુધી માઉન્ટ આબુ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

બંધના પગલે આબુ ફરવા આવેલા પ્રવાસીઓને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. અગાઉથી પ્રવાસ નક્કી કરેલા લોકો માઉન્ટ આબુમાં આવીને ફસાઇ ગયા છે.

 

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!