GSTV

સહેલાણીઓ માટે માઠા સમાચાર: માઉન્ટ આબુને ફરી લાગ્યા ‘તાળા’, આટલા સમય માટે કરાયુ ‘લૉકડાઉન’

આબુ

Last Updated on August 31, 2020 by Bansari

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. માઉન્ટ આબુમાં સતત પડી રહેલા વરસાદના કારણે ચોમેર હરિયાળી છવાઈ છે. ભારે વરસાદના કારણે પહાડોમાં અનેક નદીઓ અને ઝરણાં વહેતા થતાં અદભૂત નજારો સર્જાયો છે.

માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

માઉન્ટઆબુનું નક્કીલેક છલકાતા સર્જાયા રમણીય દ્રશ્યો સર્જાયા છે. માઉન્ટઆબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલતાં પ્રવાસીઓ મૌસમનો નજારો માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ હવે તેઓ આ નજારો નહિ માણી શકે.

હિલ સ્ટેશન માઉન્ટ આબુ કોરોનાના કહેર વચ્ચે ફરીથી સપડાયુ છે. કોરોના વાયરસના કેસ વધતાં માઉન્ટ આબુમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

આટલા સમય માટે આબુ નહી જઇ શકે સહેલાણીઓ

આમ, ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ નહિ જઈ શકે. કોરોના સંક્રમણને પગલે ચાર મહિના સુધી માઉન્ટ આબુ સહેલાણીઓ માટે બંધ કરાયું હતું. તેથી જ્યારે આબુને અનલોક કરાયું ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હતા. તો બીજી તરફ, માઉન્ટ આબુમાં કોરોનાના કેસને કારણે ફરી એકવાર સ્થાનિક માર્કેટને ફટકો પડી શકે છે.

Read Also

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!