GSTV

માઉન્ટ અાબુ તો જઈ રહ્યા નથી ! ટાળી દેજો નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

Last Updated on October 3, 2018 by Karan

 માઉન્ટ અાબુ અે ગુજરાતીઅોનું સૌથી ફેવરિટ સ્થળ છે. મોટી સંખ્યામાં સિઝન વિના પણ ગુજરાતીઅો અાબુ જાય છે.  તમે અાજકાલમાં માઉન્ટ અાબુ જવાના હો તો ટાળી દેજો. જેનું સૌથી મોટુ કારણ અે છે કે, માઉન્ટ આબુમાં બિલ્ડિંગ બાયલોઝના સમર્થનમાં સંઘર્ષ સમિતિએ આજે માઉન્ટ બંધનું એલાન આપ્યું છે. 25 વર્ષથી હિલ સ્ટેશન પર નવા બાંધકામની મંજૂરી નથી મળતી. માઉન્ટ આબુના બિલ્ડિંગ બાયલોઝના અમલને લઇ સંઘર્ષ સમિતિના બંધના એલાનને હોટલ તેમજ ટેક્સી એસોસિએશને પણ સમર્થન આપ્યું છે. સોમવારે સાંજે સંઘર્ષ સમિતિ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. માઉન્ટ આબુમાં આજે બંધ હોવાના લીધે પ્રવાાસીઓને હાલાકી પડી છે.

અનિશ્ચિત મુદ્દત માટે માઉન્ટ આબુ બંધનું એલાન

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પાછલા 25 વર્ષથી નવીન બાંધકામને મંજૂરી મળતી નથી. નવીન બાંધકામો માટે સ્થાનિક આબુવાસીઓ પાછલા અનેક વર્ષથી કોઇને કોઇ પ્રકારે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆતને હજુ સુધી ઉચિત ફળ મળ્યું નથી. ત્યારે સરકારની આંખ ખોલવા માટે માઉન્ટ આબુના રહીશોએ સંઘર્ષ સમિતિનું ગઠન કરી અનિશ્ચિત મુદ્દત માટે માઉન્ટ આબુ બંધનું એલાન માટે જનસંપર્ક તેમજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અા વર્ષોના નિર્ણયનો ઉકેલ ન અાવતાં અાજે માઉન્ટ અાબુ બંધ છે. જેને પગલે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.

ઇકો સેન્સેટિવ ઝોનના લીધે કોઇપણ પ્રકારના બાંધકામ કે મરામત કામ પર પ્રતિબંધ

રાજ્ય સરકારને બે વર્ષ પહેલાં બાયલોઝ બનાવવાના હતા જે હજુ સુધી બનાવ્યા નથી . થોડા દિવસોમાં સ્થાનિક ચૂંટણીને લઇ આચાર સંહિતા લાગી શકે છે. તે પૂર્વે સરકાર દ્વારા બિલ્ડિંગ બાયલોઝ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. માઉન્ટઆબુમાં ઇકો સેન્સેટિવ ઝોનના લીધે કોઇપણ પ્રકારના બાંધકામ કે મરામત કામ પર પ્રતિબંધ છે. 2009માં આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુનવણી કરતાં આદેશ આપ્યો હતો કે બે વર્ષની અંદર માઉન્ટઆબુનો માસ્ટર પ્લાન બનાવામાં આવે. તેને લાગૂ કર્યા બાદ બિલ્ડિંગ બાયોલોજ બનાવીને સહમતિ આપવામાં આવે. જો કે કોર્ટે એક મોનિટરિંગ કમિટીની રચના કરીને લોકોને રાહત પણ આપી હતી.

લોકોને સરળતાથી મંજૂરી મળતી નથી.

જરૂરી કામો માટે આ કમિટીમાંથી પરમિશન લેવામાં આવે પરંતુ કયારેય સમય પર આ કમિટીની બેઠક થઇ નથી. સાથો સાથ આ પ્રક્રિયા પણ એવી હતી કે લોકોને સરળતાથી મંજૂરી મળતી નથી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જે માસ્ટર પ્લાન 2011માં અહીં લાગૂ થયો હતો તે 2015માં લાગૂ થયો. પંરતુ ત્યારબાદ પણ કેટલીક મુશ્કેલીઓના લીધે કેટલાંક લોકોએ તેને એનજીટીમાં પડકાર્યો અને તેના પર ફરી સ્ટે મૂકી દીધો. લાંબી સુનવણી બાદ જાન્યુઆરી 2018માં એનજીટી એ પણ વિવાદાસ્પદ સંપત્તિઓને બાદ કરતાં માસ્ટર પ્લાનને મંજૂરી આપી દીધી. ત્યારબાદ રાજ્ય સરકારને અહીં બિલ્ડિંગ બાયલોજ બનાવીને લાગૂ કરવાના હતા, પરંતુ અંદાજે આઠ મહિના વીતવા છતાંય બાયલોજ મંજૂરી થઇ શકયું નથી. એવામાં લોકોને કોઇપણ કામની મંજૂરી મળી રહી નથી. તેના લીધે સ્થાનિક લોકો પરેશાન છે. જયાં સુધી બૉયલૉજ મંજૂર નહીં થાય ત્યાં સુધીઆંદોલન ચાલુ રહે તેવી શક્યતા છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!