GSTV
Bollywood Entertainment Trending Videos Viral Videos

મૌની રોયે હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, પ્રેમ વરસાવી કર્યું વહાલ, Video જોશો તો તમે પણ વિચારતા રહી જશો

એક્ટ્રેસ મૌની રોયનો એક Video સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તે બે માંગવા આવેલી મહિલાઓને ગળે લગાવતી જોવા મળી રહી છે. આ Video પર લોકો તેને મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ મૌનીના વખાણ કર્યા છે. આ Video કદાચ રેસ્ટોરન્ટની બહારનો છે. જ્યારે તે રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળી ત્યારે ત્યાં બે માગવાવાળી મહિલાઓ તેની પાસે આવી. તેની પાસે પૈસા માગવા લાગી. જોકે મૌનીએ તેને સોરી કહ્યું કે પૈસા નથી. મૌની મહિલાઓને ખૂબ જ પ્રેમથી મળી, જેનાથી તે બંને ખૂબ ખુશ થઈ ગઈ.

મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે ડિનર ડેટ પર ગઈ હતી. જ્યારે તે રેસ્ટોરન્ટમાંથી બહાર આવી તો કેટલીક મહિલાઓ તેની પાસે પૈસા માંગવા લાગી. મહિલાઓએ મૌનીને કહ્યું, જે પણ આપો તે દિલથી આપો. જેની પ્રતિક્રિયા પર મૌનીએ આગળ આવીને તેમને ગળે લગાવી. આ સાથે જ મૌનીએ કહ્યું, મારી પાસે અત્યારે પર્સમાં પૈસા નથી જેને લઈને તેણે સોરી પણ કહ્યું. બંને મહિલાઓને એક-એક બાળક હતું. મૌનીએ પણ બાળકોને પ્રેમ કરતા કહ્યું, બેબી ખૂબ જ સુંદર છે. મૌનીના આ વીડિયો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ મૌની માટે હાર્ટ ઇમોજીસ બનાવ્યા છે. એકે લખ્યું છે, મૌની રોય માટે આદર. બીજાએ લખ્યું, મૌની રોય ખૂબ જ દયાળુ છે.

કેટલાક લોકોએ મૌનીને ટ્રોલ કરતાં કહ્યું કે આ બધું માર્કેટમાં ચર્ચામાં રહેવા માટે કરે છે. બીજી તરફ એક યુઝરે મૌનીની તરફેણમાં લખ્યું છે કે, જો તમે કેમેરાની સામે ફક્ત દેખાડા માટે આવું કરતા હોવ તો ના કરો, કેમેરો નહીં તો પોતાની જાત માટે પણ આવું વલણ અપનાવી શકે છે.

મૌની સુંદર લાગી રહી હતી

મૌની રોયે આ આઉટિંગ દરમિયાન બ્લેક-વ્હાઈટ ટ્રાન્સપરન્ટ બેકલેસ ફ્રોક પહેર્યું હતું. તે સુંદર દેખાતી હતી. મૌની રોયે આ વર્ષે જાન્યુઆરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની રણબીર કપૂર-આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

READ ALSO

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV