GSTV
Home » News » અમદાવાદને પ્રદૂષણ મુક્ત કરવા માટે 7,000 કરોડના થયા MOU, રૂપાણી રહ્યા હાજર

અમદાવાદને પ્રદૂષણ મુક્ત કરવા માટે 7,000 કરોડના થયા MOU, રૂપાણી રહ્યા હાજર

અમદાવાદ મહાનગરમાં આગામી 5 વર્ષ 2019 થી 2024 દરમ્યાન પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેંજ મેનેજમેન્ટ માટે 7000 કરોડના રોકાણ લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગર પાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપની ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા છે.

ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે PPP ધોરણે મદદ આપશે

આ MoU અંતર્ગત આઇ એફ સી અમદાવાદ શહેર ને ક્લાઈમેટ ચેંજથી થતી આડ અસરો તેમજ પ્રદૂષણ ઘટાડવા અંગેની સ્ટ્રેટેજી માટે મહાપાલિકાના નાણાકીય સ્ત્રોતનો સુચારુ ઉપયોગ કરવાની દિશામાં ટેકનિકલ સપોર્ટ આપશે. એટલું જ નહીં ઈ મોબિલિટી ગ્રીન બિલ્ડિંગ્સ રિન્યુએબલ એનર્જી ટ્રાન્સપોર્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી જેવા વિષયો માં પણ ટેક્નિકલ સહાય કરશે. ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે PPP ધોરણે મદદ આપશે.
આ MoUને પરિણામે અમદાવાદ મહાનગર દેશભરમાં પર્યાવરણ જાળવણી પ્રદુષણ નિયંત્રણ અને લો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ ડેવલમેન્ટ સ્ટ્રેટેજીના અમલમાં મોડેલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ગતિ મળશે.

આ પદાધિકારીઓ રહ્યા હાજર

આ MoU સાઇનિંગ વેળાએ અમદાવાદના મેયર બીજલ બહેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલભાઈ પક્ષના નેતા અમિત ભાઈ શાહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ એમ.કે. દાસ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરી મ્યુ. કમિશનર વિજય નહેરા તેમજ મહાપાલિકાના નાયબ કમિશ્નરો અને આઇ.એફ.સીના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

Related posts

ગુજરાતમાં તો નહી પણ કોંગ્રેસને સ્મશાનગૃહમાં બેઠક જરૂર મળી…

Bansari

રૂપાણીએ કહ્યું હતું, ‘દિવાલ પર મારા નામે લખી લો…’ અને સાચું પડ્યું

Mayur

ઉંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલની જીત થતા હવે ઉંઝા APMC પણ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!