GSTV

અવિશ્વસનીય ઘટના / ભારે વરસાદમાં મોટરવેન ધોતા પલટી વ્યાપારીની વેન, પૂરમાં તણાઈને પહોંચી એટલે દૂર કે…

વેન

Last Updated on September 4, 2021 by Zainul Ansari

હાલ, છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં એક એવી અવિશ્વસનીય ઘટના બની છે કે, જેના વિશે જાણીને તમે પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ જશો. અહીંનો એક વ્યાપારી નદી પાસે પોતાની મોટર વેન ધોઈ રહ્યો હતો અને એકાએક ભારે વરસાદ શરુ થતા તેની આંખોની સામે જ વાન નદીના વહેણમાં વહેવા લાગી પણ તે કશું જ કરી શક્યા નહીં.

વેન

આ ઘટના દરમિયાન લોકોની ભારે ભીડ પણ એકત્રિત થઈ હતી. જો કે, જ્યારે નદીના પાણીનું સ્તર થોડું ઘટ્યું ત્યારે ટ્રેકટરની મદદથી ભારે મહેનત બાદ આ મોટર વેનને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને લોકો આ વાઇરલ થયેલા વિડીયો પર પોતપોતાની રીતે જુદા-જુદા મંતવ્યો અને પ્રતિભાવો પણ આપી રહ્યા છે.

બજારપરાના રહેવાસી ફૈઝાન અંસારી પોતાની મોટર વેનનો ઉપયોગ કરીને આસપાસના વિસ્તારની હાટ બજારોમાં જાય છે અને કપડાં સહિત અન્ય વસ્તુઓ વેચે છે. હસન અંસારી કરૌંધા રોડ પર આવેલી બેલગંગા નદીમાં પોતાણી મોટર વેન ધોઈ રહ્યો હતો. આ સમય દરમિયાન અહીં એકાએક અનરાધાર વરસાદ વરસવા લાગ્યો અને આ કારણોસર ફૈઝાન પોતાની મોટર વેન નદીથી દૂર લઇ જવાનો પ્રયાસ કરવા લાગ્યો.

વેન

આ સમયે તેની મોટરનું પૈડું રેતીમાં ફસાઈ ગયું. જેના કારણે ના ઓ તેની મોટર આગળ જય શકતી હતી કે ના તો તેની મોટર પાછળ જઈ શકતી હતી. આ ઘટના જોયા પછી ઘણા લોકો ત્યાં ભેગા થયા અને ટ્રેક્ટરની મદદથી ખેંચીને તેને બહાર કાઢી પરંતુ, તે પાણીના તેજ પ્રવાહમાં વહી ગઈ ત્યારબાદ મોડી સાંજ સુધીમાં તેને કોઈક રીતે બહાર કાઢવામાં આવી. ખરેખર, થોડા સમય માટે તો વ્યાપારીના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા અબે તેણે આશા છોડી દીધી હતી કે તેને તેની વેન પાછી મળશે.

Read Also

Related posts

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!