GSTV
Home » News » Motorola One Macro સ્માર્ટ ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો શું છે ફિચર્સ

Motorola One Macro સ્માર્ટ ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો શું છે ફિચર્સ

સ્માર્ટ ફોન નિર્માતા કંપની મોટોરોલાએ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન મોટોરોલા વન મેક્રો લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયતએ છે કે જેમાં મેક્રો વિઝન કેમેરો ઉપલબ્ધ છે. ત્યારે આ કેમેરાની ખાસીયત એ છે કે તમે આમાં નાની નાની વસ્તુઓની પણ ફોટોગ્રાફી સારી રીતે કરી શકો છો. આ સિવાય આ ફોનમાં મિડિયાટેકનો હીલિયો પી 70 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Motorola One Macro ફોનનો કેમેરો

આ ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરો છે જેમાં 13 મેગાપિક્સલ એફ 2.0 અપાર્ચર છે. બીજું લેન્સ 2 મેગાપિક્સલની ઉંડાઈ માટે છે અને ત્રીજી લેન્સ 2 મેગાપિક્સલની છે, જે મેક્રો લેન્સ છે. કેમેરા સાથે ફ્લેશ લાઇટ પણ છે. તે જ સમયે, આ ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે.

બેટરીનું સ્પેશ્ફિકેશન


આ ફોનમાં 4000 એમએએચની બેટરી છે, જેની સાથે કંપનીએ બે દિવસનો બેકઅપ લેવાનો દાવો કર્યો છે. આની સાથે 10 વોટનો ફાસ્ટ ચાર્જર મળશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે જે ફોનની પાછળ હશે. આ ફોનની કિંમત 9,999 રૂપિયા છે અને 12 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર આવશે. ફોનમાં ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ મળશે

READ ALSO

Related posts

GTUની પરીક્ષાની તારીખોમાં થયો ફેરફાર, દિવાળી વેકેશનમાં જ જાહેર થઈ હતી પરીક્ષા

Nilesh Jethva

વીર સાવરકરના નામે શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમના દીકરાની આવી જોરદાર પ્રતિક્રિયા, ઔવેસીને ઝાટક્યા

Nilesh Jethva

લખનઉમાં હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યા, ગોળી મારી દેવાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!