GSTV
Home » News » મોટોરોલા સ્માર્ટ ટીવી ભારતીય બજારમાં આપશે આ કંપનીને જબરદસ્ત ટક્કર

મોટોરોલા સ્માર્ટ ટીવી ભારતીય બજારમાં આપશે આ કંપનીને જબરદસ્ત ટક્કર

લેનોવોની માલિકીની બ્રાન્ડ મોટોરોલા ભારતમાં સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં કદમ રાખી રહી છે. મોટોરોલાએ 6 ટીવી મોડલની રેન્જ લોન્ચ કરી છે. મોટોરોલાનું સ્માર્ટ ટીવી ભારતીય બજારમાં શાઓમીના એમઆઇ ટીવીને ટક્કર આપશે. આ ઉપરાંત મોટોરોલાએ મોટો 6એસ (Moto E6S) સ્માર્ટફોનને પણ વ્યાજબી ભાવે લોન્ચ કર્યો છે. સ્માર્ટ ટીવી ફિચર્સ આ તમામ સ્માર્ટ ટીવી એંડ્રોઇડ 9.0 વર્જન પર કામ કરશે.

સ્માર્ટ ટીવી ડિસ્પ્લેમાં autuneX ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટીવીમાં 2.25 GB RAM, 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. આ સાથે Mali 450 GPU ગ્રાફિક્સ પ્રોસેસિંગ આપવામાં આવ્યું છે. તેનું ઓડિયો Dolby Vision પર કામ કરે છે. કિંમત ટીવી (ઈંચ) કિંમત 31 ઇંચ HDR 13,999 રૂપિયા 43 ઇંચ Full HD 24,999 રૂપિયા 43 ઇંચ Ultra HD 29,999 રૂપિયા 50 ઇંચ UHD 33,999 રૂપિયા 55 ઇંચ UHD 39,999 રૂપિયા 65 ઇંચ અલ્ટ્રા HD 64,999 રૂપિયા સ્માર્ટફોન આ ફોન 7,999 રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ થશે.

મોટો ઇએસ6નું વેચાણ ફ્લિપકાર્ટ પર 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફિચર્સની વાત કરીએ તો, મોટો ઇ6એસ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, સાથે જ તેમાં 3000 mAh ની બેટરી આપવામાં આવી છે. મોટોરોલા મોબિલિટીના કંટ્રી હેડ અને એમડી પ્રશાંત મણિએ કહ્યું કે ‘અમે બિલકુલ નવી શ્રેણી-સ્માર્ટ ટેલિવિઝનના ખંડમાં પ્રવેશ કરવાને લઇને ઉત્સાહિત છીએ, જોકે ભારતના સૌથી મોટા ઇકોમર્સ દિગ્ગજ ફ્લિપકાર્ટની ભાગીદારીમાં છે. આ રણનીતિક ભાગીદારી પહેલાં સ્માર્ટફોન્સ માટે હતી, જેને અમે આગામી સ્તર સુધી પહોંચી દીધી છે.

Read Also

Related posts

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari

Jioએ પ્રિપેડ યૂઝર્સ માટે બંધ કરી દીધા આ પ્લાન, હવે સસ્તું નહીં પડે

pratik shah

જો તમારો ફોન આજકાલ ખૂબ જ હેંગ થઈ રહ્યો હોય તો ચેતજો, આ વાયરસ હોઈ શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!