GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રસ્તા વચ્ચે તમારી બાઇક કે સ્કૂટર નહીં આપે દગો, બસ આ જરૂરી બાબતોનું રાખો ધ્યાન

બાઇક

ઘણીવાર લોકોની બાઇક કે સ્કૂટર રસ્તા વચ્ચે બ્રેકડાઉનનો શિકાર બની જાય છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન અચાનક ખરાબ થઇ જવા પાછળ ઘણાં કારણ હોઇ શકે છે પરંતુ જો કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખીએ તો વાહનના બ્રેકડાઉન થવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. અહીં અમે તમને કેટલીક જરૂરી ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે તમારા વાહનને ફિટ રાખી શકો છો.

સર્વિસ જરૂરી

પોતાની બાઇક કે સ્કૂટરની સર્વિસ રેગ્યુલર કરાવો જેથી જો કોઇ નાની-મોટી સમસ્યા હોય તો તમને પહેલા જ જાણ થઇ જાય. યાદ રાખો સર્વિસ હંમેશા ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર પર જ કરાવી જોઇએ. લોકલ જગ્યાએ સર્વિસ કરાવાથી બચવુ જોઇએ. સર્વિસ દરમિયાન એન્જિન ઓઇલ બદલવુ સૌથી જરૂરી હોય છે જેથી એન્જિન સ્મૂધ ચાલે. પ્રયાસ કરો કે દર 1500-2000 કિલોમીટર પર બાઇક કે સ્કૂટરનું એન્જિન ઓઇલ ચેક કરાવી લો અથવા જ્યાં સુધી એન્જિન ઓઇલ ઓછુ અથવા કાળુ ન થઇ જાય. આ ઉપરાંત બાઇકની ચેન સેટને ચેક કરાવી લો.

એર ફિલ્ટરને રાખો સાફ

ગાડીમાં લાગેલા એર ફિલ્ટરની સફાઇ ખૂબ જ જરૂરી હોય છે. મોટાભાગના લોકો તેની ઉપેક્ષા કરે છે જેના કારણે તેની અસર એન્જિનની પર્ફોર્મન્સ પર પડે છે. તેથી સમયે-સમયે એર ફિલ્ટરની સફાઇ જરૂરી છે.

સ્પાર્ક પ્લગ ચેક કરો

મોટાભાગે લોકો એન્જિનમાં લાગેલા સ્પાર્ટ પ્લગ પર ધ્યાન નથી આપતા જેના કારણે ઘણીવાર એન્જિન સ્ટાર્ટ થવામાં મુશ્કેલી આવે છે. તેથી 1500થી 2000 કિલોમીટર પર સ્પાર્ક પ્લગને બદલી લેવો જોઇએ.

બેટરી જરૂર ચેક કરો

બાઇક કે સ્કૂટર સમયે સમયે તેની બેટરી ચેક કરી લો. તે વાતનું પણ ધ્યાન રાખો કે ક્યાંક બેટરીમાં કોઇ લીકેજ તો નથી. જો એવુ હોય તો તરત જ તેને ઠીક કરાવી લો.

ટાયરની દેખભાળ પણ છે જરૂરી

અઠવાડિયામાં એક વાર પોતાના બાઇક કે સ્કૂટર બંને ટાયર્સમાં એર પ્રેશર જરૂર ચેક કરો. હવા ઓછી કે વધુ હોવાથી વાહનના પર્ફોર્મન્સ પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત સમય સમય પર વ્હીલ બેલેન્સીંગ કરાવુ પણ લાભકારક સાબિત થાય છે. જો ટાયર્સ ઘસાઇ ગયા હોય અથવા ફાટવા લાગ્યા હોય તો તરત જ તેને ચેન્જ કરાવી લો.

Read Also

Related posts

આ કેસ ચાલ્યો તો ફેસબુકનું દેવાળું નીકળી જશે, 500 અબજ ડોલરનો થયો અહીં દાવો

Mansi Patel

એક કોરોના પોઝિટીવ મહિલાએ ભારતના પડોશી દેશના 7.50 લાખ લોકોને ઘરમાં પૂરી દીધા, દેશ 21 દિવસ માટે બંધ

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!