GSTV
Gujarat Government Advertisement

જરૂરી/ મોટર વ્હીકલના નિયમોમાં થયા મોટા ફેરફાર! હવે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવું થયું સરળ, જાણો નવા નિયમ

મોટર

Last Updated on May 3, 2021 by Damini Patel

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ કોઈ વાહનના માલિકના પંજીકરણ પ્રમાણપત્રમાં કોઈ વ્યક્તિને નોમિન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989માં કેટલાક ફેરફારો કર્યા છે. આ હેઠળના ફેરફારથી મોટર વાહનના માલિકના મૃત્યુની સ્થિતિમાં નોમિન વ્યક્તિના નામથી વાહન રજીસ્ટર અને હસ્તાંતરિત કરવામાં શરળતા થશે.

જાણો શું છે નવા ફેરફારો

વાહનના માલિક હવે વાહનની નોંધણી સમયે નામાંકિતનું નામ દાખલ કરી શકે છે અથવા પછીથી ઓનલાઇન અરજી દ્વારા પણ કરી શકે છે. જૂની પ્રક્રિયા જટિલ છે અને આખા દેશોમાં અલગ-અલગ રીતે છે. જો સૂચિત નિયમો હેઠળ નોમિનીનો ઉલ્લેખ કરવામાં આવે તો વાહનના માલિકે તે વ્યક્તિની ઓળખના પુરાવા રજૂ કરવા પડશે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, “વાહનના માલિકની મૃત્યુની ઘટનામાં, નોંધણી સમયે વાહન માલિક દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ અથવા વાહનને વારસામાં મળેલ વ્યક્તિ, જે સ્થિતિ હોઈ તે. વાહન ચાલકના મૃત્યુથી ત્રણ મહિનાના સમયગાળા માટે વાહનનો ઉપયોગ એવી રીતે થઈ શકે છે કે વાહન તેને સ્થાનાંતરિત કરવામાં આવે.

પરંતુ આ માટે જરૂરી છે કે નામાંકિત વ્યક્તિએ વાહન માલિકના મૃત્યુના 30 દિવસની અંદર તેની મૃત્યુની નોંધણી પ્રાધિકરણને જાણ કરી દીધી છે અને કહ્યું છે કે હવે તે વાહનનો ઉપયોગ જાતે કરશે. એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નોમિની અથવા વાહનની માલિકી મેળવનાર વ્યક્તિ વાહનના માલિકના મૃત્યુના ત્રણ મહિનાની અંદર વાહનની માલિકીના સ્થાનાંતરણ માટે નોંધણી અધિકારી પાસે ફોર્મ 31 માં અરજી કરશે. ઉપરાંત, છૂટાછેડા અથવા મિલકતની વહેંચણી જેવી પરિસ્થિતિઓમાં વાહન માલિક નામાંકિતને લગતા ફેરફારો કરવા માટે એક સંમતિપૂર્ણ માનક સંચાલન પ્રક્રિયા(એસઓપી) સાથે નામાંકનમાં ફેરફાર કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!