GSTV

અગત્યનું/ બદલાઇ ગયાં છે વાહન રજીસ્ટ્રેશનના આ નિયમો, આ લોકોને થશે મોટો ફાયદો

વાહન

હવે વાહનના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં માલિકી હક અથવા સ્વામિત્વની ડિટેલ વિસ્તૃત રૂપે આપવાની રહેશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલના નિયમોમાં બદલાવ કરીને તેને સૂચિત કરી દીધુ છે. તેનો અર્થ એ છે કે હવે આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989ના ફોર્મ 20માં બદલાવ માટે 22 ઓક્ટોબર 2020એ સૂચના જારી કરી છે, જેથી વાહનોના રજીસ્ટ્રેશન સમયે માલીકીની વિગતો સ્પષ્ટ રૂપે રજીસ્ટર થઇ શકે. આ દિવ્યાંગજનો માટે વિશેષ લાભદાયક બનશે.

જાણો નિયમોમાં થયો શુ બદલાવ

બાઇક

નિવેદનમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે હવે ડોક્યુમેન્ટમાં સ્વાયત્ત સંસ્થા, કેન્દ્ર સરકાર, ધર્માર્થ ટ્રસ્ટ, ડ્રાઇવિંગ સ્કૂલ, દિવ્યાંગજન, શૈક્ષણિક સંસ્થા, સ્થાનિક અધિકૃતતા, પોલીસ વિભાગ વગેરે જેવી શ્રેણીઓ અંતર્ગત સ્વામિત્વ વિવરણનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે.

આ લોકોને થશે ફાયદો

સરકારનું કહેવુ છે કે આ પગલુ દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરશે. હકીકતમાં મોટર વ્હીરલની ખરીદી/ માલિકી/ સંચાલન માટે સરકારની વિભિન્ન યોજનાઓ અંતર્ગત દિવ્યાંગોને જીએસટી અને અન્ય રાહતોનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સંશોધનથી તેમને આ લાભ યોગ્ય રીતે મળે તે સુનિશ્વિત થઇ શકશે.

તાજેતરમાં જ માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે જણાવ્યું હતું કે લોકો ગાડીના રજીસ્ટ્રેશનમાં માલિકી હક યોગ્ય રીતે રજીસ્ટર નથી કરાવતા. આ કારણે દિવ્યાંગ વ્યક્તિઓને રાહત આપવામાં ઘણી મુશ્કેલી આવે છે. હવે સરકારના આ નવા નિયમથી સ્પષ્ટતા આવશે.

Read Also

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!