ભાડે ટેક્સી આપતા ઓલા અને ઉબેર જેવી કંપનીઓ માટે ભારત સરકારે નવી મોટર વાહન એગ્રીગેટર ગાઈલાઈન્સથી મોટો ઝાટકો લાગ્યો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શુક્રવારે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈંસ 2020-જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સ અંતર્ગત એગ્રીગેટર્સને રાજ્ય સરકાર પાસે લાઈસન્સ લેવાનું રહેશે. સાથે જ રાજ્ય સરકાર ભાડાને પણ નક્કી કરશે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ના મોટર વ્હીકલ એક્ટ, 2019ને સંશોધિત કરવામાં આવ્યુ છે.
આ નિયમોનું કરવુ પડશે પાલન
તેમનો લક્ષ્યાંક શેયર્ડ મોબિલીટીને રેગ્યુલેટ કરવાની સાથે ટ્રાફિક અને પ્રદૂષણને ઓછુ કરવાનું છે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ની મોટર વ્હીકલ એક્ટ 2019ને સંશોધિત કરવામાં આવી છે. એગ્રીગેટરના બેસ ફેયરથી 50 ટકા ઓછો ચાર્જ કરવાની મંજૂરી મળશે. કેંસિલેશન ફીસનું કુલ ભાડૂ 10 ટકા કરવામાં આવ્યુ છે. જે રાઈડર અને ડ્રાઈવર બંને માટે 100 રૂપિયાથી વધારે નહીં હોય. ડેટાને ભારત સરકારના કાયદા અનુસાર સુલભ બનાવવનું હશે, પણ ગ્રાહકોના ડેટાને યુઝર્સની સહમતી વગર શેર કરી શકાશે નહીં.

કૈબ ડ્રાઈવરો માટે 80 ટકા ભાડૂ અનામત
ગાઈડલાઈન્સ અનુસાર હવે દરેક ડ્રાઈવરને 80 ટકા ભાડૂ મળશે. જ્યારે કંપનીઓની પાસે 20 ટકા ભાડૂ જ રહેશે. એગ્રીગેટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું રાજ્ય સરકારોએ પાલન કરવાનું રહેશે. લાઈસન્સની જરૂરિયાતને ધ્યાને રાખીને ખાસ વ્યવ્સથા કરવાની રહેશે. એક્ટના સેક્શન 93 અનુસાર દંડની જોગવાઈ પણ છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ