GSTV

ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

નવા મોટર વ્હિકલ એક્ટને લઈ ગુજરાત સરકારે વાહન ચાલકોને રાહત આપી છે. 16 સપ્ટેમ્બરથી લાગુ પડેલો નવા મોટર વ્હિકલ એક્ટ હવે ગુજરાતમાં 15 ઓક્ટોબરથી લાગુ થશે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી સત્વરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ગુજરાતના વાહનચાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે.

નવી ગાડીની સાથે જ હેલમેટ મળશે

આ સાથે આર.સી ફડદુએ જણાવ્યું હતું કે, હવે નવી ગાડી કોઈ પણ વ્યક્તિ લેશે તેને કંપની દ્રારા જ હેલમેટ આપવામાં આવશે. જેથી નવી ગાડી પર અલગથી હેલમેટ નહીં લેવું પડે. પરિણામે હેલમેટ પર 15 ઓક્ટોબર સુધી ગુજરાતના વાહનચાલકોને દંડ ભરવાનો નહીં પડે. રાજ્યભરમાં હેલમેટ અને પીયુસી માટે લાગતી લાંબી કતારોને પગલે આજે કેબિનેટની બેઠક બાદ સરકાર ઘૂંટણિયે પડી હોય તેમ આ કાયદા પર થોડા દિવસ માટે રોક લગાવી દીધી છે. ગુજરાત સરકારે આજની કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમોમાં 15 દિવસની વચગાળાની રાહત આપી છે એટલેકે નવો ટ્રાફિક અધિનિયમ હવે 15 દિવસ બાદ લાગુ થશે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણયો લઇ સરકારે વાહનચાલકોને 15 દિવસની વધારે રાહત આપી છે.

આર.સી.ફડદુએ જણાવ્યું હતું કે, લોકોની PUCની સમસ્યાને લઈને આગામી સમયમાં 900 જેટલા પીયુસી સેન્ટરો ખોલવામાં આવશે જેના કારણે આવનારા સમયમાં વાહનચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

કેબિનેટમાં આ લેવાયા નિર્ણયો

 • ગુજરાતમાં વાહનચાલકો માટે રાહતના સમાચાર
 • નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી લંબાઈ
 • રાજ્યમાં હવે નવા નિયમનું પાલન 15 ઓકટોબરથી.
 • નવા 900 PUC સેન્ટર ખોલવામાં આવશે.
 • વાહનોની PUC કઢાવવાની તારીખમાં વધારો કરાયો.
 • 15 ઓકટોબર સુધી હેલ્મેટના દંડની મુદત લંબાવાઈ.
 • PUC માટે પંદર દિવસની સમય મર્યાદા વધારાઈ
 • નવા વાહનો ખરીદનારને હેલ્મેટ ફ્રી આપવામાં આવશે.
 • વાહન ખરીદનારને ISIના માર્કાવાળા હેલ્મેટ આપવા પડશે

સરકારે કઈ કઈ રાહત આપી

 1. સરકાર આગામી સમયમાં 900 જેટલા નવા પીયુસી સેન્ટર ખોલશે જેના કારણે વાહનોની લાગતી લાંબી કતારો ઓછી થશે. સમય પણ બચશે અને લોકોને હાલાકીનો સામનો પણ નહીં કરવો પડે.
 2. વાહનની કિંમતમાં હેલમેટનો ચાર્જ ન લગાડે તેની જોગવાઈ કરવામાં આવી છે. પરિણામે કોઈ પણ કંપની વાહનની સાથે હેલમેટ આપશે. હવેથી હેલમેટ અલગથી નહીં ખરીદવું પડે.
 3. સરકારી અધિકારીઓએ પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેથી હવે સરકારી અમલદારોએ હેલમેટ પહેરવું ફરજીયાત છે. ઉપરથી ટ્રાફિકના તમામ નિયમો જે સામાન્ય જનતાને લાગુ પડે છે તે તેમને પણ લાગુ પડશે જ.
 4. હેલમેટના દંડમાં 15 ઓક્ટોબર સુધી રાહત મળી છે. જેથી એક મહિના જેટલો સમય ગુજરાતના લોકોને મળ્યો છે. જે પછીથી નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થઈ જશે.

આમ હવે આગામી 15મી ઓકટોબરથી ટ્રાફિકના નવા કાયદાઓનો અમલ કરાશે. જોકે જે છૂટછાટ અપાઈ છે તેમાં માત્ર હેલ્મેટ અને પીયુસીનો જ સમાવેશ થાય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે હજુ સરકારે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી. બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ લાઇસન્સ તેમજ પીયુસી સહિતની નિયમિત જે કામગીરી કરવામાં આવતી હતી તે અત્યારે પણ ચાલુ જ રાખવામાં આવશે પરંતુ દંડની રકમ જુના નિયમો મુજબ લેવાશે.

READ ALSO

Related posts

જીવલેણ વાયરસનો કહેર વધ્યો/ નવા 1512 કેસ નોંધાયા અને 14 દર્દીઓના નિપજ્યા કરૂણ મોત

pratik shah

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

વાયરસ છે અત્યંત ઘાતક/ શરીરના આ અંગને પહોંચાડે છે ખુબ નુકશાન, મોટી વયના લોકોને વધુ જોખમ: ચેતી જજો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!