GSTV
Home » News » દીદીની દબંગાઇ: બંગાળમાં નહિં લાગુ થાય નવો મોટર વ્હિકલ એક્ટ, લોકોનાં પડ્યા પર પાટુ સમાન

દીદીની દબંગાઇ: બંગાળમાં નહિં લાગુ થાય નવો મોટર વ્હિકલ એક્ટ, લોકોનાં પડ્યા પર પાટુ સમાન

કેન્દ્રની ભાજપાની મોદી સરકાર અને પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજી વચ્ચેનો રાજકિય ગજગ્રાહ જગજાહેર છે. દરેક બાબતે પીએમ મોદી અને સીએમ મમતા દીદી પોતપોતાની પર આરોપ કરવાનું છોડતા નથી. જો કે ઘણી વખત બન્ને નેતાઓની રાજનીતિનો ગેરફાયદો જનતાએ ભોગવવો પડે છે.

મમતા દીદીનાં નવા ફરમાન પ્રમણે કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ સંસદમાં પારિત નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરવાનું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનેર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકારનો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય. સીએમ મમતા દીદીએ કહ્યું કે આ કાયદો લોકો પર બોજ સમાન છે. મમતા બેનર્જીએ નવા મોટર વ્હીકલ એક્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે વ્હીકલ એક્ટને અમે હાલ લાગુ નહીં કરી શકીએ.

મમતા દીદીએ જણાંવ્યું કે, સલામત અને સારી રીતે ડ્રાઇવિંગ કરો અને જીવન બચાવોનો સંદેશો આપ્યો . મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે મોટર વ્હીકલ એક્ટમાં લેવામાં આવેલો નિર્ણય માનવાધિકારને જોઈને લેવાની જરૂર હતી. રાજ્યમાં ગરીબ લોકો પણ છે, તેમની પાસે દંડની મોટી રકમના પૈસા કયાંથી આવશે.

નવા મોટર વ્હિકલ એક્ટ મામલે સીએમ મમતા બેનરજીએ જણાંવ્યું કે, તેમણે પોતાનાં રાજ્ય સરકારનાં અધિકારીો સાથે આ વિષયમાં વાતચીત કરી છે, અધિકારીગણે જણાંવ્યું કે, જો આપણે આ કાયદાનો અમલ કરીશું રાજ્યની જનતા પર વધારે ભારણ સાથે બોજ બનશે. મહત્વનું છે કે નવા કાયદામાં લોકોનાં ખિસ્સા પર પડતા વધારે આર્થિક દંડથી લોકો પરેશાન છે. જો કે આ તમામ ગતિવીધીઓ વચ્ચ ગુજરાતની ભાજપ સરકારે કેન્દ્ર સરકારનાં નવા મોટર વ્હિકલ કાયદમાં ફેરફાર કરીને 16 સપ્ટેમ્બરથી અમલ કરવાનો તખ્તો ઘડ્યો છે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva

વિદેશી મીડિયામાં ટ્રમ્પનો ભારત પ્રવાસ : ‘મોદીએ ટ્રમ્પ માટે પસંદ કર્યો તેમનો પહેલો પ્રેમ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!