GSTV
Home » News » મોટર વ્હીકલ એક્ટનાં વિરોધમાં યુથ કોંગ્રેસ, ગડકરીનાં ઘરની બહાર કર્યુ પ્રદર્શન

મોટર વ્હીકલ એક્ટનાં વિરોધમાં યુથ કોંગ્રેસ, ગડકરીનાં ઘરની બહાર કર્યુ પ્રદર્શન

નવા મોટર વ્હીકલ એક્ટ પર દેશમાં ઘણી જગ્યાઓ ઉપર વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ત્યારે હવે ભારતીય યુવા કોંગ્રેસે મોટર વ્હીકલ અધિનિયમનાં સંશોધિત પ્રાવધાનોની સામે કેન્દ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

યુથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓનાં વિરોધ પ્રદર્શન દરમ્યાન બહુજ ઉગ્ર દેખાયા હતા. કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી સરકારની આલોચના કરતાં નારા લગાવ્યા હતા. આ દરમ્યાન અમુક કાર્યકર્તાઓએ પાસે જ રાખેલાં સ્કૂટરને ઉઠાવી લીધુ હતુ અને થોડી વાર સુધી તેને હવામાં લટકાવીને રાખ્યુ હતુ.

પોલીસે કાર્યકર્તાઓને રોકવાના પ્રયાસો કર્યા હતા. તે દરમ્યાન કાર્યકર્તાઓએ સ્કૂટરને પોલીસ બેરિકેડની પાસે નીચે પાડી દીધુ હતુ. આ દરમ્યાન પોલીસ સતત પ્રદર્શનકારીઓને પાછળ હટવા માટે કહી રહી હતી. યૂથ કોંગ્રેસના દરસ્યો મોટી સંખ્યામાં નિતિન ગડકરીનાં ઘરની બહાર પહોંચ્યા હતા અને સતત કેન્દ્ર સરકારના વિરોધમાં નારા લગાવી રહ્યા હતા.

નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ આખા દેશમાં ટ્રાફિક નિયમો તોડનારાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. નવા ટ્રાફિક નિયમો પર વિપક્ષી પાર્ટીઓ સહિત સામાન્ય જનતા પણ નારાજ છે. જોકે, આ નવા નિયમોથી લોકોમાં જાગરૂકતા વધી છે.

કડક નિયમો પર કેન્દ્રીય રસ્તા તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ નિવેદન આપી ચૂક્યા છે. હાલમાં દેશમાં એવા ચોંકાવનારા મામલા સામે આવ્યા છે. જેમાં કોઈ બાઈકવાળાને 23 હજારનું ચાલાન કપાયુ છે તો કોઈ ઓટો વાળાનું 59 હજાર રૂપિયા ભરવા પડ્યા છે. દિલ્હી, ગુરૂગ્રામ, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં ચાલાન કાપીને લાખો રૂપિયા વસૂલ કર્યા છે.

READ ALSO

Related posts

અલ્હાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, OBCની 17 જ્ઞાતિઓ SCમાં શામેલ નહિં થાય

Riyaz Parmar

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari

આગામી 24 કલાક વિક્રમ લેન્ડર માટે મહત્વપૂર્ણ, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2 માટે કરે છે આ કાર્ય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!