GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

જુઓ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’નાં બ્રાન્ડ ન્યૂ મોશન પોસ્ટર્સ

કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2ને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ લીડ રોલમાં છે સાથે જ તારા સુતારિયા અને અનન્યા પાંડે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનાં મોશન પોસ્ટર્સ રિલિઝ કર્યા છે.

આ મોશન પોસ્ટર્સને ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આ પોસ્ટર્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. આ ફિલ્મ ચાલુ વર્ષના નવેંબરની ૨૩મીએ રજૂ કરવાની કરણની યોજના છે.

કરણ સતત નવા નવા કલાકારોને તક આપતો રહ્યો છે. એણે અત્યાર પહેલાં સારા અલી ખાનની અટકી પડેલી ફિલ્મ કેદારનાથને ધ્યાનમાં રાખીને સારાને પોતાની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા માટે સાઇન કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે 2012 માં કરણે બનાવેલી સ્ટુડન્ટ ઑફ ધી યરમાં બે હીરો અને એક હીરોઇન હતી. કરણે ઓરિજિનલ ફિલ્મમાં પણ ત્રણ નવા ચહેરા આપ્યા હતા. જેમાંના બે આલિયા ભટ્ટ અને વરુણ ધવન આજના ટોચના કલાકારો છે.

Related posts

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતાં પકડાયા તો થશે 3 મહિનાની સજા, આ રાજ્યે લીધો નિર્ણય

Ankita Trada

લોકડાઉનમાં પોલીસને અપાતા ભોજનબિલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, આ બે ધારાસભ્યોએ ડીજીપીને લખ્યો પત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!