GSTV
India News Trending

નરાધમ/ માતાની બર્બરતાપૂર્વક હત્યા કરી ચીરફાડ કરી અંગોમાં મીઠું મરચું ભભરાવી ખાઈ જનાર દીકરાને ફાંસી, કાળજુ કંપાવી દે તેવી હતી ઘટના

મહારાષ્ટ્રના કોલ્હાપુરની એક કોર્ટે પોતાની માતાની બર્બરતાપૂર્વક હત્યા કરનાર પુત્રને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવીને ફાંસીની સજા ફટકારી છે. કોલ્હાપુરના રહેવાસી 35 વર્ષીય સુનીલ કુચિકોરવીએ 2017માં પોતાની માતાની હત્યા કરી હતી. હત્યા બાદ માતાના શરીરની ચીરફાડ કરીને શરીરના અંગો કાઢી નાંખ્યા હતા. અરેરાટી ઉપજે તેવી વાત એ છે કે, કેટલાક અંગો પર મીઠું મરચું ભભરાવીને તે ખાઈ પણ ગયો હતો.

માતા પાસે દારુ પીવા માટે પૈસા માંગ્યા તો માતાએ ના પાડી દીધી

કોર્ટમાં વકીલે કહ્યું હતું કે, સુનીલને દારુની લત હતી. તેણે પોતાની માતા પાસે દારુ પીવા માટે પૈસા માંગ્યા તો માતાએ ના પાડી દીધી હતી. જેના પગલે સુનીલે પોતાની જ માતાની ધારદાર હથિયાર વડે હત્યા કરી નાંખી હતી. એ પછી માતાના શરીરમાંથી અંગો કાઢીને રસોડા પાસે મુક્યા હતા.

માતાના અંગો રસોડા પાસે મીઠા મરચાં સાથે પડેલા મળ્યા હતા

સરકારી વકીલે કહ્યું હતું કે, શરુઆતથી જ એક નર ભક્ષણનો લાગી રહ્યો હતો. કારણકે જ્યારે આરોપી પકડાયો ત્યારે તેની માતાના અંગો રસોડા પાસે મીઠા મરચાં સાથે પડેલા મળ્યા હતા અને તેના મોઢા પર લોહી લાગેલું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda
GSTV