હાલમાં જ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપેએ તાજેતરમાં જ PM MODIના ચરણ સ્પર્શ કરી તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તેમને રોકાવ માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પછી પીઠ થપથપાવી મરાપેને આશીર્વાદ આપ્યા હતા.

ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતા પહેલા એક પરિવાર PM MODIને એરપોર્ટ પર મળવા આવ્યો હતો. આ દરમિયાન એક મહિલા પીએમ મોદીને પગે લાગી હતી. સામે પીએમ મોદીએ પણ વાંક વળી તેને પ્રમાણ કર્યું હતું.

કર્ણાટકમાં પણ વડાપ્રધાને સતેજ ઉપર એક મહિલા નેતાના ચરણ સ્પર્શ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ વડા પ્રધાનને આવકારવા માટે સ્ટેજ ઉપર લાઈનમાં ઊભા હતા. PM MODI જેવા મંચ પર પહોંચ્યા અને તરત જ એક મહિલા નેતાએ તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવાનો પ્રયાસ કર્યો.

આ સિવાય ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલમાં એક ચૂંટણી રેલીમાં PM MODIએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તુલસી ગૌડા અને સુકરી બોમ્માગૌડાના ચરણ સ્પર્શ કર્યા હતા અને તેમના આશીર્વાદ માંગ્યા હતા.

પીએમ મોદીએ તમિલનાડુની મહિલા ખેડૂત પપ્પમ્મલ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોમાં PM MODI માથું નમાવીને હાથ જોડી આશીર્વાદ લેતા જોવા મળે છે.

PM MODI કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ત્યારે એક અપંગ મહિલા તેના પગ સ્પર્શ કરવા માંગતી હતી. જોકે, પીએમએ તેમને રોક્યા અને પોતે મહિલાના ચરણોમાં માથું ટેકવીને પ્રણામ કર્યા.

ગયા વર્ષે પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ ગાંધીનગરમાં તેમની માતા હીરાબેનને મળ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો