GSTV

ઓફિસમાંથી એક કલાક વહેલા ઘરે જવા માગતી હતી આ મહિલા કર્મચારી, બોસેે ના પાડી દીધી, હવે મહિલાને આપવું પડશે 2 કરોડનું વળતર

Last Updated on September 10, 2021 by Pravin Makwana

લંડનમાં એક મહિલા તેની બાળકીની સંભાળ રાખવા માટે ઓફિસમાં એક કલાક ઓછું કામ કરવા માંગતી હતી, પરંતુ બોસે તેને મંજૂરી ન આપી. આ પછી એલિસ થોમ્પસનને તેની નોકરી છોડવી પડી. જો કે, બાદમાં એલિસે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં આ મુદ્દો ઉઠાવ્યો અને કેસ જીતી લીધો અને કંપની પાસેથી લગભગ 2 કરોડનું વળતર મેળવ્યું હતું.

એલિસ થોમ્પસન 2018 માં ગર્ભવતી થયા પહેલા સેન્ટર લંડનની એક કંપનીમાં સેલ્સ મેનેજર હતી. તે કંપનીના આશાસ્પદ કામદારોમાંની એક હતી, જેમણે કંપનીની સફળતા માટે સખત મહેનત કરી હતી. જો કે, જ્યારે તે બાળકીને જન્મ આપ્યા પછી કામ પર પરત ફરે છે, ત્યારે તેણે તેના બોસ (પોલ સેલર) ને બાળકની સંભાળ રાખવા માટે એક કલાક વહેલા ઓફિસેથી ઘરે જવાની પરવાનગી માગે છે, જેમ કે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવું અને 6 ને બદલે 5 વાગ્યે ઓફિસ છોડવી.

court

હકીકતમાં જોઈએ તો, તે તેના નાના બાળકને નર્સરી (કેર ટેકર પાસે) છોડીને નોકરી પર આવતી હતી. નર્સરી સાંજે 5 વાગ્યે બંધ થતી હતી. પરંતુ એલિસની સાંજે 6 વાગ્યે છૂટતી હતી, તેથી તેણે બોસને 1 કલાક વહેલા ઓફિસ છોડવા વિનંતી કરી. પરંતુ બોસે તેની વિનંતીને ફગાવી દીધી અને કહ્યું કે કંપની આવી છૂટ આપી શકતી નથી. આ પછી એલિસે નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.

નોકરી છોડ્યા પછી, એલિસે લંડનમાં ગ્રાહક ટ્રિબ્યુનલ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો. તેણે આવું એટલા માટે કર્યું કે જ્યારે તેની દીકરી મોટી થાય, જ્યારે તેને નોકરી મળે, ત્યારે તેને પણ ‘તેના જેવો અનુભવ’ ન થાય. ટ્રિબ્યુનલમાં સુનાવણી દરમિયાન, બંને પક્ષોને સાંભળવામાં આવ્યા અને જજે એલિસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે ઓક્ટોબર 2016 માં શરૂ થયેલી આ નોકરીમાંથી એલિસે વાર્ષિક 1 કરોડ 21 લાખની કમાણી કરી હતી. પરંતુ જ્યારે તે 2018 માં ગર્ભવતી થઈ ત્યારે કંપની સાથે તેના સંબંધો બગડ્યા. કોર્ટે જોયું કે કંપની કામમાં સુગમતા આપવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે એલિસને નોંધપાત્ર નુકસાન થયું હતું. ન્યાયાધીશે પગાર અને પેન્શન ગુમાવવા બદલ એલિસને વળતર, તેમજ લાગણી દુભાવવા અને લિંગ ભેદભાવ બદલ એલિસને 1 કરોડ 87 લાખ રૂપિયાથી વધુનું વળતર પણ આપ્યું હતું.

READ ALSO

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!