GSTV
Home » News » 5 બાળકોના હત્યારા પિતા માટે માએ લગાવી માફીની પોકાર, કહ્યું કે એક મા તરીકે મારૂ મન કરે છે કે હું આ માણસને તોડી નાખું

5 બાળકોના હત્યારા પિતા માટે માએ લગાવી માફીની પોકાર, કહ્યું કે એક મા તરીકે મારૂ મન કરે છે કે હું આ માણસને તોડી નાખું

સાઉથ કૈરલિનાની કોર્ટમાં દરેક આંખો તે સમયે ભીની હતી જ્યારે 5 બાળકોની માતાએ હત્યારા પિતા અને પુર્વ પતિને માફ કરવાની અપીલ કરી છે. એમ્બર કૈજર નામની મહિલાએ કોર્ટમાં ગવાહી દરમિયાન હત્યારા પતિ વિશે જણાવ્યું કે મારા બાળકો તેમના પતિને ખુબ જ પ્રેમ કરતા હતા અને તેમના તરફથી તે પોતાના પતિ માટે માફીની અપીલ કરે છે. હાં પછી તેમણે જણાવ્યું કે કોર્ટ જે નિર્ણય લેશે તેનું સમ્માન કરશે.

2014માં કરી હતી પોતાના પાંચ બાળકોની હત્યા

જોનસ જૂનિયર નામના આ વ્યક્તિએ 2014મા પોતાના જ ઘરમાં પોતાના પાંચેય બાળકોની હત્યા કરી દીધી હતી જેને કોર્ટે દોષી જણાવ્યો હતો. બાળકોની માતાએ જણાવ્યુ કે આ માણસે મારા બાળકોની હત્યા કરી હતી અને તેના પર કોઈ પણ પ્રકારની દયા બતાવી ન હતી. હું આજે મારા તરફથી નહીં પરંતુ મારા બાળકો તરફથી બોલુ છુ કે મારા બાળકો પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે. મારે બસ આટલુ જ કહેવું છે.

બાળકોને યાદ કરી ભાવુક થઈ ગઈ કૈજર

કૈજરે પોતાના બાળકોને યાદ કરતા જણાવ્યું કે તેમને અફસોસ છે કે છુટાછેડા પછી તેના બાળકોને તેના પિતાના ઘરે છોડવા પડ્યા હતા. તેમણે જણાવ્યુ કે મને લાગે છે કે મારા બાળકો જે તકલીમાથી પસાર થયા હશે તે અવાજને હું સાંભળી શકુ છુ. એક માં તરીકે મારૂ મન કરે છે કે હું આ માણસને તોડી નાખુ આ મારા અંદરની માં બોલે છે. આ એ દર્દ છે જે એક માં ને સહન કરવુ પડે છે.

જોનસ જૂનિયરને જણાવ્યો પ્યાર કરનાર પિતા

કૈજરે જણાવ્યુ કે તે એક સારો પતિ ન બની શક્યો પરંતુ તે સારા પૈસા કમાતો હતો અને તેના પાંચેય બાળકોને ખુશ રાખતો હતો. તે એક સારો પિતા હતો. બાળકોથી અલગ થયા પછી તે વધારે વાર તેના બાળકોને મળી શકતી ન હતી અને તે વાતનુ તેને ખુબ જ અફસોસ હતો.  વધુમાં જણાવ્યુ કે જેવુ દુખ મને છે તેવુ દુખ જોનસ જૂનિયરના પરિવારને પણ મળે.

READ ALSO

Related posts

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva

પરિણીતી ચોપરાએ કર્યો ખુલાસો, સ્કૂલમાં હતી ત્યારે છોકરાએ ર્સ્ક્ટ ઊંચો કરીને….

Dharika Jansari

વિદ્યાર્થીઓ સાથે સેક્સ માણતી હતી મહિલા ટીચર, હદ તો ત્યારે થઇ જ્યારે સ્કૂલ કેમ્પસની બહાર….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!