અમિતાભ બચ્ચન અને રાણી મુખર્જીની ફિલ્મ બાબુલ તો તમને બધાને યાદ જ હશે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પણ બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ ગઈ છે. અહીં એક સાસુ-સસરાએ પોતાની જવાન વિધવા વહૂનું કન્યાદાન કર્યું છે. તેમના પુત્રનું બે વર્ષ પહેલા મૃ્ત્યુ થઈ ગયું હતું.

ધારના એક નાના ગામ ખુટપલામાં સાસુ-સસરાએ એક અનોખું કામ કર્યું. પોતાના પુત્રના મૃત્યુ પછી તેમણે ફરીથી નવો ઘર સંસાર વસાવી દીધો. હીરાલાલના 30 વર્ષીય પુત્ર સુનીલનું બે વર્ષ પહેલા જ મૃત્યુ થયું હતું. તે પછીથી પરિવારમાં શોક હતો અને સમગ્ર પરિવાર શોકમાં ડૂબ્યો હતો. જવાન પુત્રના મૃત્યુના પગલે પરિવારની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને સૌથી વધુ ઝટકો સુનીલની પત્ની સીમાને લાગ્યો હતો.
સસરાએ વસાવ્યો ઘરનો નવો સંસાર
એક દિવસ સીમાના સસરાએ વહુને બીજા વિવાહ કરવાની ઈચ્છા પૂછી. પહેલા તો સીમાએ ના જ પાડી દીધી. બાદમાં પરિવારે સમજાવતા તે બીજા વિવાહ કરવા માટે તૈયાર થઈ ગઈ. સસરીયાઓએ જ છોકરો શોધવાનું શરૂ કર્યુ અને તેમને બડવાનીમાં પોતાની વહુ સીમા માટે એક યોગ્ય છોકરો મળી ગયો. તલવાડામાં રહેનાર નૈમીચંદ્રએ સીમાના વિવાહ નક્કી કરી દીધા.
READ ALSO…
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ