GSTV

હદ થઇ ગઇ! વહુની સરકારી નોકરી સાસુને ખટકી, ઘરની ખટપટ પહોંચી ગુજરાત હાઇકોર્ટ સુધી

સાસુ

Last Updated on July 29, 2021 by Bansari

સાસુ-વહુના ઘણાં કિસ્સાઓ તમે સાંભળ્યાં, વાંચ્યા કે જોયા હશે પરંતુ ગુજરાતનો એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને ચોક્કસ નવાઇ લાગશે. હકીકતમાં અમદાવાદના સાસુ-વહુ વચ્ચેનો ખટરાગ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. બન્યું કંઇક એવું કે વહુને સરકારી નોકરી મળી જે બાદ સાસુએ હાઇકોર્ટમાં તેની નિમણુક રદ કરવા અરજી કરી હતી. જો કે આ વિચિત્ર કિસ્સામાં હાઇકોર્ટે સાસુને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો.

સાસુ

શું છે સમગ્ર મામલો

હકીકતમાં વહુની નિમણુક સરકારના રેવન્યુ વિભાગમાં થઇ હતી. જેના કારણે સાસુએ હાઇકોર્ટની શરણ લીધી અને પુત્રવધુની નિમણૂક કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે ઉલ્ટાનું હાઇકોર્ટે સાસુને દંડ ફટકાર્યો હતો.

હકીકતમાં આ કેસમાં સાસુએ આરોપ લગાવ્યો હતો કે તેની વહુએ સરકારી નોકરી માટે જે અરજી કરી હતી તેમાં તેણે પોતાને કુંવારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે હકીકતમાં તે પરણિત હતી. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોવા છતાં તેની વહુએ અરજીમાં પોતાને કુવારી ગણાવી હતી.

સાસુ

જો કે આ મામલો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપ્રિયાએ ટિપ્પણી કરતાં કહ્યું કે, આ પ્રકારે અંગત વેર રાખવુ યોગ્ય નથી. આ પ્રકારની અરજી અર્થવિહોણી અને ટકવાપાત્ર નથી. આ ઉપરાંત જજે કહ્યું હતું કે, પહેલીવાર આ પ્રકારની અરજી જોઇ અને આ પ્રકારનો કિસ્સો સાંભળ્યો. આવી અરજી કરીને કોર્ટનો સમય ન વેડફવો જોઇએ. આ સાથે જ જજે વકીલને પણ ટકોર કરી કે ચોંકાવનારી વાત એ છે કે આવી અરજી કરવા માટે અરજદારને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

Read Also

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!