ચમત્કારઃ ડૉક્ટરો પણ ન કરી શક્યા તે માત્ર નવજાત શિશુના સ્પર્શથી થઈ ગયું

કહેવાય છે કે કોઈ પણ મહિલા માટે માતૃત્વનું સુખ સૌથી વધારે હોય છે. બાળક માટે માતા મૃત્યુ સામે પણ લડી શકે છે. આવો જ એક મામલો બ્રાઝીલમાં સામે આવ્યો છે, જ્યાં મોતના મુખમાં ગયેલી મહિલા પોતાના નવજાતના સ્પર્શથી સરખી થઈ. અમાંડા ધ સિલ્વા (28)ને એપીલેપ્સીનો હુમલો થાય છે. જ્યારે તે 37 અઠવાડિયાની ગર્ભવતી હતી ત્યારે તેના પતિ સાથે ચર્ચા થઈ હતી ત્યારથી તેની તબિયત બગડી ગઈ હતી અને તે કોમામાં ચાલી ગઈ હતી. અમાંડાને પહેલાથી 3 બાળકો હતા. કોમામાં ગયા બાદ તબીબોને ગર્ભમાં ઉછરી રહેલા બાળકને બચાવવાની ચિંતા હતી.

બાળકને બચાવવા માટે તબીબોએ કોમામાં જ ઉતાવળમાં જ અમાંડાનું સિર્ઝયન કરવુ પડ્યુ હતું. અમાંડાએ બાળકને જન્મ આપ્યો હતો, આ બાળકનું વજન 2.1 કિલો હતું, જેને કારણે બાળકને તબીબોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતાં. બાળકની ડિલીવરી બાદ પણ અમાંડાની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને તે કોમામાં જ રહી છે. એક નર્સે સૂચન આપ્યું કે અમાન્ડાની છાતી પર દીકરાને રાખવામાં આવે.

ડીલીવરીના બે અઠવાડિયા બાદ જ્યારે નવજાતને અમાન્ડાની છાતી પર મૂકવામાં આવ્યો તો તેના દિલના ધબકારા તેજ થયાં. તેણીએ બાળકને સ્પર્શ કર્યો અને રોવા મંડી. લગભગ 23 દિવસ બાદ અમાંડાની સ્થિતિમાં સુધાર થયો અને તેને રજા અપાઈ.

નર્સ ફેબિયોલાનું કહેવુ છે કે બાળકને છાતી પર મૂકતા જ અમાન્ડાના શરીરમાં નવચેતના આવી, આ વાતને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પરંતુ જે થયું તેનાથી એમ તો કહી શકાય છે કે માતા અને બાળકનું એકબીજાના સ્પર્શનું મહત્વ ઘણુ છે. અમાન્ડા મુજબ, મારા દીકરાનો જન્મ કેવીરીતે થયો, તે અંગે મને કોઈ ખબર નથી. પરંતુ જ્યારે બાળકનો હાથ મારી છાતી પર આવ્યો ત્યારે બાળકની ખુશ્બુ મને આવી. આ બધો ચમત્કાર હતો. અમાન્ડાએ એમ પણ જણાવ્યું હતું કે કોમામાંથી હું બહાર આવી જ હતી. તેણીએ પોતાના પિતાને પૂછ્યુ કે, આ બાળક મારો છે? ત્યારે મને મહેસૂસ થયુ કે મારી ડિલીવરી થઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter