GSTV

ડ્રગ કેસમાં ફસાઈને માતા-પિતાને કર્યા શર્મસાર, જીવના જોખમે માતાએ આપ્યો હતો જન્મ

Last Updated on October 4, 2021 by GSTV Web Desk

ડ્રગ પાર્ટી બાબતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વિભાગ દ્વારા રવિવારના રોજ શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જો અહેવાલોની માનીએ તો આજે મોડી રાત સુધીમાં તેને જામીન મળી શકે. જોકે, હજુ પણ આ ઘટના અંગે શાહરૂખે કોઇપણ સ્ટેટમેન્ટ આપ્યું નથી પરંતુ, માતા ગૌરી પુત્રની આ હાલતથી ખુબ જ ચિંતિત છે.

હાલ શાહરુખ નિરંતર એનસીબીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. એવું કહેવામા આવે છે કે, જો આ ડ્રગ કેસનો મામલો લાંબો ચાલ્યો તો શાહરુખ પોતાની ફિલ્મ પઠાણની શૂટિંગ અટકાવી શકે છે. શું તમને ખ્યાલ છે કે, જ્યારે આર્યનનો જન્મ થયો હતો ત્યારે તેની માતાનો જીવ ખતરામાં આવી ગયો હતો. ચાલો જાણીએ શુંહતું આખી ઘટના?

શાહરુખ અને ગૌરીનાં પ્રેમની તો આજે પણ લોકો મિસાલ આપે છે. ભલે જ શાહરુખના અફેરની અફવાઓ ફિલ્મજગતમાં ઊડતી હોય પરંતુ, આજે પણ તેમના સંબંધ ગાઢ અને મજબૂત હોય છે. શાહરૂખે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આર્યન ખાનની ડિલિવરી સમયે તેમને એમ જ લાગ્યું હતું કે, ગૌરી નહિ બચી શકે.

શાહરુખ ખાને જણાવ્યું હતું કે, આર્યનની ડિલિવરી સમયે ગૌરીને ખુબ જ ખતરનાક લેબર પેઈન થયુ હતું અને તેની હાલત જોઈને મને એમ જ લાગ્યું કે, આ દર્દથી તે મરી જ જશે. તેમને ખ્યાલ જ હતો કે, બાળકને જન્મ આપવામા કોઈ મરી નથી જતું પરંતુ, તે સમયે ગૌરીની હાલત જોઈને મને આવો વિચાર આવ્યો હતો.

શાહરૂખે જણાવ્યું કે, તેમના માતા-પિતાની મૃત્યુ હોસ્પિટલમાં જ થઇ હતી અને આ કારણોસર જ તેમને હોસ્પિટલ જવું જરાપણ પસંદ નહોતુ. ગૌરી આ સમયે ખુબ જ કમજોર હતી અને તેમને બીમાર જોઈને શાહરુખ ખુબ જ ડરી ગયા હતા. તેમણે જણાવ્યું કે, મેં જોયું કે, ગૌરીનું શરીર એકદમ ઠંડુ પડી ગયું હતુ. સિઝેરિયન દરમિયાન ઓપરેશન થિએટરમાં તેની હાલત જોઈને શાહરુખને થયુ કે, ગૌરીનો જીવ બચાવવો હવે ખુબ જ અઘરો છે.

આ કિસ્સો સંભળાવતાની સાથે જ શાહરૂખે પોતાના પુત્રનું નામ આર્યન કેમ રાખ્યું? તે પણ જણાવ્યુ. તેમને આ નામ સાંભળવું ખુબ જ પસંદ હતુ. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, જ્યારે પણ તેમનો પુત્ર કોઈ યુવતીને કહેશે કે, “માય નેમ ઇઝ આર્યન ખાન” તો તે ઈમ્પ્રેસ થઇ જશે. શાહરુખની ઈચ્છા હતી કે, આર્યન ફિલ્મમેકિંગમાં પોતાનું સારું એવું ભવિષ્ય બનાવે પરંતુ, આ ઘટના બાદ તેની કારકિર્દી કઈ તરફ જશે? તે તો આવનાર સમય જ જણાવશે.

Read Also

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!