રાજ્યના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. વડોદરાના આજવા રોડ પર માતા અને પુત્રી વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદને પગલે માતાએ પુત્રીને ચપ્પુના 20 ઘા મારતા 13 વર્ષની પુત્રીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ માં લાવવામાં આવી હતી, સમગ્ર મામલામાં જોવા જઈએ તો માતા દીપિકાને એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને ઓન લાઈન બંને વચ્ચે વાતો પણ થતી હતી.

- વડોદરામાં સગી માતાએ જ દિકરીને ચપ્પુના ૨૦ ઘા માર્યા
- દિકરી ગંભીર હાલતમાં વડોદરાની હોસ્પિટલમાં
- આંતિરક વિવાદ અને લગ્નેતર સંબંધોમાં માતાએ દિકરીને માર્યા ચપ્પુ
માતા અને પ્રેમી અવરનવાર વાતો કરતા હતા જ્યાં ગઈકાલે દીપિકાને તેના પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતા દિકરી જોઈ ગઈ હતી. જેને લઈને માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી દીપિકાએ ઉશ્કેરાઈને શાક સમારવાના ચપ્પુથી દીકરીને 20 ઘા મારી દીધા હતા, જેથી દીકરી લોહી લુહાણ હાલતમાં ફર્શ પર પડી ગઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
જેને લઈને માતા દીપિકા ગભરાઈ ગઈ હતી અને 100 નંબર ડાયલ કરી દીધો હતો,. ત્યાર બાદ જાતે જ દીકરી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ આવી હતી. દીકરી હાલ ધોરણ 8માં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને માતા દીકરીનો આંતરિક વિવાદ પણ ચાલતો હતો. જેને લઈને માતા આવેષમાં આવી ગઈ હતી અને ઝનૂનપૂર્વક પોતાની જ માસૂમ દીકરીને 20 જેટલા ચપ્પુના ઘા મારી દીધા હતા, હાલ દીકરીની હાલત ગંભીર છે. અને તેની સારવાર ચાલી રહી છે, બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
READ ALSO
- ચહેરો બગાડ્યો, પ્રાઈવેટ પાર્ટને પણ પહોંચાડ્યું નુકસાન, 14 મહિના સુધી જાલીમ પ્રેમીના કેદમાં રહી હતી આ એક્ટ્રેસ
- Viral Video/ કતઇ ઝેર..વ્યક્તિએ આંખ અને મોંથી કર્યો એવો ડાન્સ, જોઇને લોટપોટ થઇ જનતા
- મોટા સામાચાર / ગુજરાત સરકારે સત્તાવાર કરી જાહેરાત, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે
- આ ફળોને છોલ્યા વગર જ સેવન કરવાના છે અઢળક ફાયદા, અસલી શક્તિ તો છાલમાં જ છે
- ગૌતમ અદાણી વધુ ગગડ્યા / વિશ્વના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણીની ફરી ટોપ-10માં એન્ટ્રી, એક જ દિવસમાં અદાણીને 13.1 અરબ ડોલરનું ગાબડું