GSTV
Home » News » અમૂલ બાદ મધરે પણ ડામ આપ્યા: દૂધ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ

અમૂલ બાદ મધરે પણ ડામ આપ્યા: દૂધ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ

 મધર ડેરીએ શુક્રવારે દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, પશુ ચારામાં મોંઘવારીને કારણે ખેડૂતોને દૂધની ખરીદી માટે વધુ ચૂકવણી કરવી પડી રહી છે. દેશની રાજધાનીમાં દૂધનું વેચાણ કરતી મુખ્ય કંપનીએ બે વર્ષથી વધુ સમય પછી આ ભાવવધારો કર્યો છે. આના થોડા સમય પહેલા અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરે વધારો કર્યો હતો. મધર ડેરીએ ફક્ત પોલી પેક દૂધની કિંમતોમાં જ વધારો કર્યો છે. ટોકન દ્રારા વેચાતા દૂધના ભાવ નથી વધાર્યા.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, દૂધના એક લીટરના પેક પર ફક્ત એક રૂપિયો અને અડધા લીટરના પેક પર બે રૂપિયાપ્રતિ લીટર વધાર્યા છે. આ રીતે અડધા લીટરના પેક પર એક રૂપિયાનો વધારો થશે. દિલ્હી-એનસીઆરમાં પ્રતિ દિન 30 લાખ લીટરથી વધુ દૂધનો સપ્લાય કરતી કંપનીએ આ અગાઉ માર્ચ 2017માં ભાવ વધાર્યા હતા. કંપનીએ જણાવ્યું કે, છેલ્લા 3-4 મહિનાઓથી દૂધ ખરીદીનો ખર્ચ વધી રહ્યો છે. ચારા અને શ્રમના ખર્ચમાં 15થી 20 ટકાની વૃદ્ધિ થઈ છે. અમે દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની તુલનાએ 7-8 ટકા સુધી વધુની ચૂકવણી કરવી પડી રહી છે. જ્યારે ગ્રાહકો માટે કિંમતોમાં હજી સુધી વધારો કરવામાં નથી આવ્યો.

મધર ડેરી ખેડૂતોને લાભકારી કિંમતો સાથે પોતાનું સમર્થન આપવાનું જારી રાખશે અને આ પણ ભાવવધારાનું મુખ્ય કારણ છે. કંપની ખેડૂતોને વેચાણના 80 ટકા નફો પરત કરે છે. નવા દરો અનુસાર, ફુલ ક્રીમ મિલ્કની કિંમત હવે 52 રૂપિયાની જગ્યાએ 53 રૂપિયા પ્રતી લીટર થઈ જશે, જ્યારે અડધા લીટરના પેકના ભાવ 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થશે.

ફુલ ક્રીમ દૂધ 55 રૂપિયા પ્રતી લીટર અને અડધા લીટર દૂધ 28 રૂપિયામાં વેચવામાં આવશે. ટોંડ મિલ્કની દરો 41 રૂપાથી વધીને 42 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યા છે. અડધા લીટરના પેકના ભાવ 21 રૂપિયાથી વધીને 22 રૂપિયા કરવામાં આવ્યા છે. ડબલ ટોંડ મિલ્કને 34 રૂપિયાના બદલે 35 રૂપિયે પ્રતી લીટર વેચાશે. 500 મિલી.ના પેકના ભાવ 18 રૂપિયાથી 19 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. અડધા લીટરના સ્કિમ્ડ મિલ્કના ભાવ 20 રૂપિયાથી વધીને 21 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. ગાયના દૂધની વાત કરીએ તો,એક લીટર પોલી પેકનો પેકમાં ભાવવધારો નથી થયો, પરંતુ અડધા લીટરના પેક પર એક રૂપિયો ભાવવધારા સાથે હવે તે 22 રૂપિયે મળશે.

Read Also

Related posts

કેજરીવાલે નરેન્દ્ર મોદીને પછાડ્યા, 42%એ CMને તો 32%એ PMને કર્યા પસંદ, દિલ્હીનાં 53% લોકો “આપ” સરકારના કામથી ખુશ ! – સર્વે

Mansi Patel

‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ

Bansari

વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરો માટે બદલાયું સ્ટેશન, દરરોજ 26 ટ્રેનો હવે અહીંથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!