GSTV

આ ડેરીઉદ્યોગ સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે તમને મોટી કમાણી

આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ નોકરીથી વધારે ધંધા તરફ આકર્ષિત થઈ રહ્યા છે. એવામાં ડેરી પ્રોડક્ટ કંપની મધર ડેરી સાથે વ્યવસાય કરવાની આ એક સરસ તક છે. ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેની ફ્રેન્ચાઇઝ આપી રહી છે. આ ફ્રેન્ચાઇઝીથી તમે તમારો વ્યવસાય સેટલ કરી શકો છો. ડેરી પ્રોડક્ટ ઉત્પાદનો રોજિંદા ઉપયોગમાં લેવાતા હોય છે. જેમાં નુકસાન ના બરાબર હોવાનું રહે છે. જો તમે ઓછા રોકાણ સાથે ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મધર ડેરી સાથે ફક્ત 5 થી 10 લાખના રોકાણમાં સારી કમાણીની તક છે.

2500 રીટેઈલ આઉટલેટ્સ ઓપન કરાયા

ભારતનું કૃષિ ઉદ્યોગનું સૌથી મોટું ફ્રેન્ચાઇઝ નેટવર્ક છે. તાજેતરમાં, કંપની પ્રથમ વખત બેકરી સેગમેન્ટમાં પ્રવેશવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપનીએ ત્રણ પ્રકારની બ્રેડ લોન્ચ કરી છે. કંપની દૂધ, ડેરી ઉત્પાદનો અને અન્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ડેરી ઉત્પાદનો ઉપરાંત કંપની ફળો, શાકભાજી, ખાદ્યતેલો, ખોરાક, અથાણાં, ફળોના જ્યુસ, જામનું ઉત્પાદન પણ કરે છે. કંપની પાસે લગભગ 2500 રિટેલ આઉટલેટ્સ છે અને ધીમે ધીમે આ નેટવર્કમાં વધારો કરવાની યોજના છે.

5થી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાની જરૂરિયાત

દેશમાં મધર ડેરીએ લગભગ 2500 આઉટલેટ્સ ખોલ્યા છે. મધર ડેરીની ફ્રેન્ચાઇઝી લેવા માટે સારા રોકાણની આવશ્યકતા છે. આ રોકાણો તમારી જગ્યા અને લોકેશનના હિસાબે વધુ કે ઓછું હોઈ શકે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે ઓછામાં ઓછા રૂ. 5 થી 10 લાખનું રોકાણ કરવાની જરૂર છે. જેમાં બ્રાન્ડ ફી તરીકે 50,000 અલગથી ચૂકવવાના રહેશે. જો કે, કંપની કોઈપણ પ્રકારની રોયલ્ટી ફી લેતી નથી.

કેવી રીતે મેળવશો ફ્રેન્ચાઈઝી

તમે આ બ્રાન્ડની વેબસાઈટ ઊપર જઈને અથવા ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા દ્વારા આ બ્રાન્ડ્સની ફ્રેન્ચાઇઝી મેળવી શકો છો. અહીંથી તમને ફ્રેન્ચાઇઝ કેવી રીતે લેવી, જરૂરી એરિયા અને રોકાણ બાબતની માહિતી મળે છે. ફ્રેન્ચાઇઝ લેવા માટે એનાથી જોડાયેલી ફી ભરવાની હોય છે. જે ચોક્કસ સમય મર્યાદા માટે હોય છે. ફ્રેન્ચાઇઝી ફી બ્રાન્ડ પ્રમાણે હોઈ શકે છે, જેની શરૂઆત રૂ. 50,000થી થાય છે.

ડેરીપ્રોડક્ટમાં પહેલા દિવસથી જ ચાલુ થઈ જાય છે કમાણી

ડેરી પ્રોડક્ટના બિઝનેસમાં પહેલા દિવસથી જ કમાણી ચાલુ થઈ જતી હોય છે. જેઓ મધર ડેરી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરે છે તેમના માટે મધર ડેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ માર્જીન ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. પ્રથમ વર્ષમાં જ તમે રોકાણ પર 30 ટકા જેટલું વળતર મેળવી શકો છો. રોકાણની સંપૂર્ણ રકમ બહાર આવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગી શકે છે. મધર ડેરીમાં રોકાણ કરવાથી દર મહિને આશરે રૂ. 44,000 નો ફાયદો થઈ શકે છે.

આ દસ્તાવેજો જરૂરી રહેશે

આઈડી પ્રુફ માટે આધારકાર્ડ, પાનકાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ આપવાનું રહેશે. એડ્રેસ પ્રૂફ માટે રેશનકાર્ડ વીજળી બિલની નકલ આપવી પડશે. બેંક ખાતાની વિગતો, ફોટોગ્રાફ, ઈ-મેલ આઈડી, ફોન નંબર, પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ અને એનઓસી પ્રમાણપત્ર પણ જરૂરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!