GSTV
Gujarat Government Advertisement

આને કહેવાય પ્રેમ/ માદા ચીલોતરો બચ્ચાઓના રક્ષણ માટે ત્રણ મહિના રહે છે બંધ માળામાં, નર મરે તો મરી જાય છે માદા અને બચ્ચાં

ચીલોતરો

Last Updated on June 11, 2021 by Damini Patel

વડોદરા શહેરમાં સૌથી વધારે રાજમહેલ રોડ પર જોવા મળતા ચીલોતરાની વિવિધ પ્રજાતિના ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા. જેના વિશે પક્ષી નિષ્ણાતે કહ્યું કે હંમેશા જોડીમાં જ રહેતા ચીલોતરામાંથી માદા પોતાના બચ્ચાઓના રક્ષણ માટે ત્રણ મહિના બંધ માળામાં રહે છે. જો આ સમયગાળામાં નર મરી જાય તો માદા અને બચ્ચા પણ માળામાં મૃત્યુ પામે છે

વધુમાં તેમણે કહ્યું કે જ્યારે માદા ઈંડા મૂકે છે ત્યારે તે પોતાના માળાને માત્ર નર પક્ષી તેની ચાંચ ભરાવી શકે તેટલી જ જગ્યા રાખીને ચારેતરફથી બંધ કરી દે છે અને ત્રણ મહિના સતત તે આ માળામાં બંધ રહે છે. નર ચીલોતરો રોજ બચ્ચા અને માદાને ખોરાક પહોંચાડે છે. માદા આ માળાને તોડી શક્તી નથી એટલે જો આ સમયગાળામાં નરનું મૃત્યુ થાય તો માદા અને બચ્ચાઓ માળામાંથી બહાર ન નીકળી શકવાને કારણે અંદર જ મોતને ભેટે છે.

ત્રણ મહિના પછી નર માળો તોડી માદાને બહાર કાઢે ત્યારપછી બચ્ચાઓને સુરક્ષિત રાખવા ફરી માળો બાંધી દે છે. જ્યારે તેઓ પુખ્ત અને ઉડવા યોગ્ય થાય ત્યારે જ બહાર કાઢવામાં આવે છે. પક્ષીઓની બીજી ખાસિયત એ છે કે તેઓ વડ જેવા ઘટાદાર વૃક્ષોની બખોલમાં જ માળો બાંધવાનું પસંદ કરે છે. એટલે મોટાભાગે તેઓ જંગલોમાં જ વસવાટ કરે છે. અગાઉ શહેરમાં પણ મોટી સંખ્યામાં જોવા મળતા હતા જો કે વડ કપાઈ જતા હવે માત્ર રાજમહેલની આસપાસ ગીચ ઝાડીઓમાં જોવા મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મ્યું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!