GSTV
Gujarat Government Advertisement

9 બાળકોને જન્મ આપીને દુનિયામાં ચર્ચાનું સ્થાન બનેલી મહિલાની હાલત અત્યંત ગંભીર, બચાવવાના કરાઈ રહ્યા છે પ્રયાસો

ગર્ભવતી

Last Updated on May 8, 2021 by Harshad Patel

9 બાળકોને એક સાથે જન્મ આપીને આખી દુનિયામાં ચર્ચા બનનારી 26 વર્ષીય મહિલા હલિમાની જિંદગી હવે ભયમાં મુકાઈ છે. પ્રસવ દરમિયાન લોહીની ઘટ થવાથી હાલ તેની હાલત ખૂબજ ગંભીર છે. અને ડોક્ટર તેને બચાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. આ આ વાતનો ખુલાસો તેની સારવાર કરનાર ડોક્ટરે કર્યો છે.

30 અઠવાડિયાના ગર્ભાવસ્થામાં હતી

હલીમા સીસે 9 બાળકોને જન્મ આપ્યા પછી જ વજન અને ઇમ્યોનિટિક દ્રવ નીકળી જવાને કારણે સંઘર્ષ કરી રહી હતી. એ પછીથી ઓપરેશન દરમિયાન તેના ગર્ભાશયની ધમનીનો રક્તસ્રાવ થયો. જે 30 અઠવાડિયાના ગર્ભાવસ્થામાં હતી.

મા હલિમાની હાલત ગંભીર થતી જઈ રહી

જણાવી દઈએ કે 25 વર્ષીય હલિમાએ મોરક્કોમાં એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં પાંચ છોકરીઓ અને ચાર છોકરાઓ હતા. માલી સરકારે હલિમાની તબિયતનું ધ્યાન રાખવા ખાસ વિશેષ વ્યવસ્થા કરાવી હતી. તમામ બાળકોની હાલત ઠીક છે પરંતુ તેમની મા હલિમાની હાલત ગંભીર થતી જઈ રહી છે.

18 નર્સોની સાથે ઈનક્યુબેટરની મદદથી રક્ત પ્રવાહ રોકવાના પ્રયાસો

રેડિયોલોજિસ્ટ 18 નર્સોની સાથે ઈનક્યુબેટરની મદદથી રક્ત પ્રવાહ રોકવાના પ્રયાસો કરી રહ્યા છે. હલિમા હાલ પણ વેન્ટિલેટર પર જ છે અને સ્વતંત્ર રીતે શ્વાસ લેવા પહેલા તેને વિશેષજ્ઞોની દેખભાળ હેઠળ 12 અઠવાડિયા સુધી રાખવામાં આવશે. હલીમાનું પાચનતંત્ર કામ કરી રહ્યું નથી. જે ભોજનનું અવશોષણ કરે છે. એન બોર્જા ક્લિનિકમાં ડોક્ટરી નિર્દેશક યુસુફ અલૌઈએ કહ્યું, સમયથી પહેલા બાળકમાં એક નાનકડું સંક્રમણ તેમને કેટલાક કલાકોમાં જ મારી શકે છે.

મારે બીજી નાની દીકરીઓની સારસંભાળ માટે માલીમાં મારા ઘરે રહેવું પડ્યું

હલિમાના 35 વર્ષીય પતિ કાદર અર્બીએ કહ્યું કે, હું મારા 9 બાળકોની દેખભાળ માટે રાહ જોઈ શકું તેમ નથી. હું મારી પત્ની સાથે સતત સંપર્કમાં છું. પરંતુ મારે બીજી નાની દીકરીઓની સારસંભાળ માટે માલીમાં મારા ઘરે રહેવું પડે છે. જે હાલ બે વર્ષ અને પાંચ મહિનાની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મજબૂરીમાં મોત વ્હાલુ કર્યું: દેવું વધી જતાં અમદાવાદના યુવકે વીડિયો બનાવીને કર્યો આપઘાત

Pravin Makwana

આબૂ રોડ: રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો

Pravin Makwana

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!