ગાંભોઈ ગામે જીવતી જમીનમાં દાટી દેવાયેલી નવજાત બાળકીના માતા પિતાની હવે પોલીસે ધરપકડ કરી દીધી છે, ત્યારે દીકરી અને બીજા આર્થિક કારણોસર માતા પિતાએ તેને દફનાવી દીધી હોવાનું સ્વીકાર્યું છે.

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં ચકચારી જગાવનાર નવજાત બાળકીને જમીનમાં જીવતી દાટી દેનારા માતા પિતાની પોલીસે હવે ધરપકડ કરી દીધી છે. ગઈકાલે ગાંભોઈમાંથી વહેલી સવારે જીવિત હાલતમાં જમીનમાં દાટેલી બાળકી મળી આવી હતી ત્યારે તેને સારવાર અર્થે ખસેડી પોલીસે એલ.સી.બી અને એસ.ઓ.જીની ત્રણ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે માણસા તથા કડીના સરસાઈ ખાતે જઈને મંજુલાબેન અને શૈલેષ નામના બે લોકોની ઝડપી પાડ્યા હતા. આ લોકોની પૂછપરછ કરતા તેમણે સમગ્ર ગુનો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું
પહેલા એક કસુવાવડ અને બાદમાં પણ બીજી વાર કસુવાવડ થતાં સાત માસે જન્મેલી દીકરીની સારવાર પાછળ ખર્ચ કરવું ન પડે તે માટે તેમણે આ નિર્ણય લીધો હતો. એક તો આર્થિક નબળી સ્થિતિ તેમાં પણ દીકરી અને ત્રીજો સારવારનો ખર્ચ ઉઠાવી શકવાની પરિસ્થિતિ ન હોવાને લઈને વહેલી સવારે પતિ પત્ની ખેતરમાં પહોંચ્યા હતા. પત્નીએ હાથેથી ખેતરમાં ખાડો કરી આ દીકરીને દાટી દીધી હતી. જ્યારે પતિ રેકી કરી રહ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે હવે આ બંને આરોપીઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરંતુ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. બાળકી જીવત મળી આવતા દેવદૂત બની આવેલ 108ની ટીમે બાળકીને પ્રાથમિક સારવાર આપી તેને હોસ્પિટલે ખસેડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કળયુગના માતા-પિતાની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ માતા-પિતા કડીના નંદાસણથી ઝડપાયા હોવાનું ખુલ્યું હતું. નિર્દય માતા-પિતાની આ કરતૂતને કારણે લોકોમાં તેના પર ફિટકારની સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ