GSTV
Gujarat Government Advertisement

આને કહેવાય મુર્ખતા/ WhatsApp પર નકલી કોવિડ સારવારનો વીડિયો જોયા બાદ માતા-પુત્રએ ચાર દિવસ સુધી કર્યુ આ કામ

Last Updated on February 16, 2021 by Ankita Trada

આ પરિવાર નકલી વીડિયોનો શિકાર બન્યું હતું. જેમાં આ વીડિયો તેમને એક સંબંધ દ્વારા મોકલાયો હોવાનો મા એ હેલ્થવોચ સેન્ટ્રલ વેસ્ટ લંડનના તપાસકર્તાઓ સામે ખુલાસો કર્યો હતો. એચસીડબલ્યુએલના રિપોર્ટમાં કહેવાયું છે કે કેટલાક વીડિયોમાં સવાર સવારમાં કોરોનાની સારવારના નામે મૂત્ર પીવાની ચર્ચા થઈ છે. એ વીડિયો જોયા બાદ મા અને દીકરાએ પોતાનું મૂત્ર પીવાની શરૂઆત કરી હતી અને 4 દિવસ સુધી સતત મૂત્ર પીધું હતું. મા એ વીડિયોમાં જોયેલી રેમેડી અપનાવી હોવાનો પણ ખુલાસો કર્યો હતો. હેલ્થવોચ સેન્ટ્રલ વેસ્ટ લંડનના સીઈઓ ઓલિવિયા ક્લાઈમરે જણાવ્યું છે કે નકલી ઉપચાર એ એક સમસ્યા છે. જેને હાઈલાઈટ કરવાની જરૂર છે નહીં તો આમ લોકો આ પ્રકારના ઉપાયો કરવાનું ટાળશે નહીં અને ખોટી રેમેડીનો શિકાર બનશે.

વૈકલ્પિક ઉપચારોને પ્રાધાન્ય આપે

આ પ્રકારે ઘણા લોકો વ્હોટસએપ માધ્યમથી એકબીજાને મોકલાવાયેલા વીડિયો અને મેસેજોને આધારે નકલી ઉપચારોના શિકાર બને છે. આ જાણકારીઓ વૈકલ્પિક ઉપચારોને પ્રાધાન્ય આપે છે. જેનું કોઈ અસ્તિત્વ જ હોતું નથી. ગત વર્ષે લ્યૂક વિલિમયસન નામના વ્યક્તિએ પણ કોરોનાથી બચવા માટે દરરોજ 5 લીટર પાણી પીવાની શરૂઆત કરી હતી. કોરોનાથી પીડિત આ વ્યક્તિને તબીબે 2 લીટર દરરોજ પાણી પીવાની સલાહ આપી હતી પણ તેણે ફટાફટ સાજા થવા માટે રોજનું 5 લિટર પાણી પીવાની શરૂઆત કરી દીધી હતી. હવે સ્થિતિ એવી બગડી કે શરીરમાં સોડિયમનું સ્તર ખતરનાક રીતે વધી ગયુ અને પત્નીએ પતિને બચાવવા અને હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.

કોરોના સ્ટ્રેનના ચાર કેસ સામે આવ્યા

ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીમો થયો છે અને રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના બ્રિટન સ્ટ્રેન બાદ હવે ભારતમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સ્ટ્રેનની એન્ટ્રી થઇ છે. દેશમાં દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના સ્ટ્રેનના ચાર કેસ સામે આવ્યા છે. આ ચાર લોકો દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા છે. આ ચારેય લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેમના પણ ટેસ્ટ કરીને ક્વોરન્ટાઇન કરાયા છે.

પહેલા અઠવાડિયામાં સામે આવ્યો હતો

તો આ તરફ બ્રાઝિલ કોરોના સ્ટ્રેનનો પણ એક કેસ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સામે આવ્યો હતો. જે વ્યક્તિમાં આ સ્ટ્રેન મળ્યો તેને પુણેમાં ક્વોરેન્ટાઇન કરાયો હતો. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલા સ્ટ્રેન બ્રિટનના કોરોના સ્ટ્રેન કરતા અલગ છે. આ તમામ માહિતિ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

વેક્સિન

કેરળમાં હજુ પણ કોરોના વાયરસનો ફેલાવો

સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે એ જાણકારી પણ આપી કે આજે દેશમાં બ્રિટન સ્ટ્રેનના 187 કેસ સામે આવ્યા છે. જે તમામ લોકો અને તેમની સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આપણી પાસે જે વેક્સિન છે, તે આ બ્રિટનના સ્ટ્રેન પર પણ પ્રભાવી છે. તો આ તરફ મહારાષ્ટ્ર અને કેરળમાં હજુ પણ કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. આ બંને રાજ્યમાં દેશના કુલ એક્ટિવ કેસના 72 ટકા એક્ટિવ કેસ છે. દેશમાં વર્તમાન સમયે 1.40 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે કેરળમાં 61, 550 અને મહારાષ્ટ્રમાં 37,383 કેસ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ

Pravin Makwana

મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી

Bansari

દુખદ/ અભિનેતા અમિત મિસ્ત્રીએ ફાની દુનિયાને કહ્યું અલવિદા, વહેલી સવારે હાર્ટ એટેક આવ્યા બાદ નિધન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!