GSTV

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો આવો છે આકાશી નજારો, આવી છે આ સ્ટેડિયમની ખાસિયતો

મોટેરા

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે નાઈટ ટેસ્ટ મેચનું આયોજન થઈ રહ્યું છે. જેમાં એસજીના ગુલાબી બોલનો ઉપયોગ થશે. 1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

નવી આધુનિક સવલતો સાથે સરદાર પટેલ સ્ટેડિયમ નામથી આધુનિક ક્ષમતા સાથે બનાવ્યું

અમદાવાદના આ મોટેરા સ્ટેડિયમને વર્ષ 2015માં સંપૂર્ણ રીતે તોડી નાંખવામાં આવ્યું હતું. તે પછી વર્ષ 2017માં ફરીથી તેનું નિર્માણ કાર્ય ચાલુ કરાયું હતું. અને નવી આધુનિક સવલતો સાથે સરદાર પટેલ સ્ટેડિયમ નામથી આધુનિક ક્ષમતા સાથે બનાવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોશિયેશન તરફથી વર્ષ 1982માં બનાવવામાં આવેલા આ સ્ટેડિયમમાં પહેલા 53,000 દર્શકોની બેઠક વ્યવસ્થાની ક્ષમતા હતી. પરંતુ હવે નવા સ્ટેડિયમમાં આ ક્ષમતા વધારીને 1.10 લાખ કરી દેવામાં આવી છે. અર્થાત એક સાથે આટલા બધા લોકો બેસીને મેચનો આનંદ લઈ શકશે.

આવા પ્રકારની ખાસિયતો સાથે કરાયું છે ખાસ તૈયાર

 • આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. જેમાં ત્રણ એન્ટ્રી ગેટ છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડસ, ક્લબ હાઉસ, ઓલંપિક સાઈઝ સ્વિમિંગ પુલ અને એક ઈન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવાઈ છે.
 • સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવું રખાયું છે. જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રી મારે તો સ્ટેડિયમમાં બેસનાર દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રીને જોઈ શકે.
 • આ દુનિયામાં એક માત્ર સ્ટેડિયમ છે જેમાં અભ્યાસ અને સેન્ટ્ર પીછ માટે એક જ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • અહીં ખૂબજ સારી લાઈટિંગ મળે અને પડછાયો દૂર કરવા માટે ગોળાકાર છત ઉપર એલઈડી લાઈટ લગાવાઈ છે.
 • દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 11 સેન્ટર પીચ છે. આ દુનિયાનું એક માત્ર સ્ડેડિયમ છે જેમાં મુખ્ય મેદાન પર 11 સેન્ટર પીચ છે.
 • એવું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં જીમ સહિત ચાર વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ છે.
 • આ ઉપરાંત 25 લોકોની ક્ષમતાવાળા 76 કોર્પોરેટ બોક્સ બનાવાયા છે.
 • સ્ટેડિયમમાં પ્રવેશ અને એક્ઝિટ માટે જુદા જુદા રસ્તા બનાવાયા છે.
 • મેદાનમાં ઘાસની નીચે રેતીનો ઉપયોગ કર્યો છે. જેની મદદથી ભારે વરસાદ છતાં કેટલાક કલાકમાં મેચ ફરીથી ચાલુ થઈ શકે છે.
 • કાર અને ટુ વ્હિલર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં 4 હજાર ગાડી અને 10 હજાર ટુ વિહ્લર પાર્કિંગની વ્યવસ્થા છે. સ્ટેડિયમની પાસે મેટ્રોલાઈન પણ છે.

સૌથી વધારે આંતરરાષ્ટ્રીય વન ડે મેચનું આયોજન કરનાર ભારતનું બીજું સ્ટેડિયમ

જુના સ્ટેડિયમમાં પાંચ વર્લ્ડકપ મેચના આયોજન સહિત કુલ 23 આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરાયું હતું. અહીં પર જ 2011માં વર્લ્ડકપનો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચોનો ક્વાટરફાઈનલ મુકાબલો પણ રમાયો હતો. આ સૌથી વધારે આંતરરાષ્ટ્રીય વન ડે મેચનું આયોજન કરનાર ભારતનું બીજું સ્ટેડિયમ છે.

મેદાન પરની ઉપલબ્ધિઓ અને યાદગાર પળ

 • દિગ્ગજ સુનિલ ગાવસ્કરે પોતાના 10 હજાર ટેસ્ટ રન અહીં પૂરા કર્યા
 • કપિલદેવે પોતાની 432મી ટેસ્ટ વિકેટ આ જ મેદાન પર લીધી હતી.
 • સચિન તેંદુલકરે પોતાની ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી આ મેદાન ઉપર ફટકારી
 • સચિન તેંદુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 20 વર્ષની કેરિયરમાં 30 હજાર આંતરરાષ્ટ્રીય રન આ મેદાન પર પૂરા કર્યા.
 • એબી ડી વિલિયર્સે ફારત વિરુદ્ધ ટેસ્ટમાં પોતાની પહેલી બેવડી સદી ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

Mansi Patel

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ

pratik shah

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!