અહીં સ્ત્રીઓ પુરુષ સાથે સૂઈ જાય છે પરંતુ રહેતી નથી, કારણ જાણી માથું ચકરાઈ જશે

આપણા સમાજમાં લગ્નને જીવનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. જ્યાં ભારતમાં કલમ 377, 497ને લઈને ચર્ચા પ્રબળ થઈ રહીં છે. તો આજે અમે તમને જણાવીએ કે વિશ્વમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો લગ્ન કર્યા વિના પોતાના સાથી સાથે સમગ્ર જીવન પસાર કરી નાખે છે. ભારતના પાડોશી દક્ષિણ-પશ્ચિમ ચીનમાં મૂસો સમુદાયના લોકોની જીવનસાથી પસંદ કરવાની પદ્ધતિ સમાજમાં બિલકુલ અનોખી છે, અહીંના લોકો લગ્ન નહીં, પરંતુ ‘વૉકિંગ મેરેજ’ કરે છે.

સોશિયલ મીડિયાના જમાનામાં હાલમાં કેટલાંક લોકો લિવ-ઈન રિલેશનશીપને ઘણી પ્રાથમિકતા આપે છે. પરંતુ હજુ પણ સમાજનો એક મોટો હિસ્સો આ પદ્ધતિને સ્વીકાર કરતો નથી. આ બધાથી ઉપર વિશ્વના એક ખૂણામાં એક એવી જગ્યા પણ છે, જ્યાં લોકો લગ્ન કર્યા વિના જ પોતાના સાથી સાથે જીવન પસાર કરી નાખે છે.

વૉકિંગ મેરેજ એક એવા લગ્ન હોય છે, જેમાં બંનેમાંથી કોઈ એક સાથી પોતાના સંબંધમાંથી બહાર જઈ શકે છે. આ લગ્નમાં મહિલા મુખ્ય પાત્ર ભજવે છે. આ મૂસો જાતિનો સમાજ પણ નારી પ્રધાન મનાય છે. પુરુષને પસંદ કરવા અને મહત્વના નિર્ણય લેવાનો અધિકાર પણ મહિલાઓ પાસે રહે છે. એટલું જ નહીં, મહિલા એકથી વધુ સાથી પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે.

મૂસો જાતિના પુરુષ મહિલાઓ સાથે રહેતા નથી. તેઓ આખો દિવસ ફિશિંગ, શિકાર અને બીજા કામોમાં વ્યસ્ત રહે છે. ફક્ત રાત્રે જ પોતાના સાથી પાસે ઉંઘવા માટે આવે છે. મૂસો સમાજની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં 13 વર્ષની યુવતીને કોઈ પણ પુરૂષ સાથે પ્રેમ કરવાનો અધિકાર મળી જાય છે.

યુવતી પુખ્તવયની થતાં તેને અલગ રૂમ પણ આપવામાં આવે છે. જ્યાં તે પોતાના મનપસંદ યુવક સાથે સમય ગાળે છે. આ સંબંધમાં પુરૂષ મહિલાની કોઈ પણ પ્રકારની આર્થિક સહાયતા કરતો નથી. બાળકનો જન્મ થતા તેની સંપૂર્ણ જવાબદારી માતા અને તેના પરિવારજનો પર આવે છે.

આ સંબંધનો પાયો લગ્ન અથવા કોઈ પણ પ્રકારની ઔપચારિકતા પર રહેતો નથી. અહીં લોકો પોતાની મરજી મુજબ આખુ જીવન વિતાવે છે અથવા પોતાનો સાથી પણ બદલી શકે છે. સાંભળવામાં આ કેટલુ અજબગજબ લાગે છે. અહીં મોટાભાગના લોકો પોતાના સાથી પ્રત્યે વફાદાર રહે છે. લગ્ન જેવા કોઈ બંધન વિના પણ તેઓ નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. જરૂરી નથી કે માતાને ખબર હોવી જોઈએ કે તેનો પિતા કોણ છે, આ વાતને અહીં ભાર અપાતો નથી.

દક્ષિણ-પશ્ચિમ ચીનનો આ વિસ્તાર પ્રવાસનનું ખાસ કેન્દ્ર મનાય છે. તળાવના કિનારે લોકોએ કાચુ ઘર બનાવ્યું છે. જ્યાં બહારથી આવનારા પ્રવાસીઓ અહી રહી શકે છે. આ મૂસો જાતિના આદિવાસી પારંપરિક ડાન્સ કરી લોકોનું મનોરંજન પણ કરે છે. ઘણાં લોકો અહીં સ્ત્રીઓને જોવા માટે આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter