GSTV
Gujarat Government Advertisement

IPLના ઇતિહાસમાં ડેથ ઓવરમાં સૌથી વધુ વિકેટ ખેરવનારા પાંચ બોલર

Last Updated on August 22, 2020 by Mansi Patel

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ થવાની તૈયારી છે ત્યારે વિશ્વની આ સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ વિશે દરરોજ કોઈને કોઈ નવી હકીકતો સામે આવી રહી છે. અગાઉ આઇપીએલમાં ડેથ ઓવર એટલે કે છેલ્લી પાંચ ઓવરમાં સૌથી સફળ બેટ્સમેનની વાત કરી હતી હવે છેલ્લી પાંચ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ.

ટી20 મેચમાં આ એવી પાંચ ઓવર હોય છે જેમાં ગમે ત્યારે મેચનું પાસું પલટાઈ જતું હોય છે. બેટ્સમેન અત્યંત આક્રમક બની જતા હોય છે અને સિક્સર્સની આતશબાજી થતી હોય છે. આવી જ રીતે એ જ ઓવરોમાં બોલરને પણ લાભ મળે છે કેમ કે ઝડપથી રન ફટકારવા જતાં બેટ્સમેન તેમની વિકેટ પણ ગુમાવી દેતા હોય છે. એવામાં બોલર પણ હાવી થઈ જતાં હોય છે. અહીં એવા પાંચ બોલરની વાત કરી છે.

પીયૂષ ચાવલા-26 વિકેટ

લેગ સ્પિનર ચાવલાનું નામ આ યાદીમાં આવે તે ગૌરવની વાત છે કેમ કે ડેથ ઓવર્સમાં સ્પિનર પર તો વધારે આક્રમણ કરાતું હોય છે. આમ છતાં ચાવલાએ છેલ્લી પાંચ ઓવરમાં 26 વિકેટ ઝડપી છે. આઇપીએલમાં તેણે કુલ 150 વિકેટ ખેરવેલી છે.

સુનીલ નારાયણ-48 વિકેટ

વેસ્ટ ઇન્ડિઝના આ બોલરને ઘણી વાર મેચની પહેલી ઓવર ફેંકવાની તક મળી છે તો સાથે સાથે છેલ્લી ઓવરમાં પણ તેને અજમાવવામાં આવ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના આ ખેલાડીની કમાલ તો એ છે કે ડેથ ઓવરમાં બોલિંગ કરનારો સુનીલ નારાયણ બેટિંગમાં ઓપનિંગમાં પણ આવે છે. તેણે ડેથ ઓવર્સમાં 48 વિકેટ ઝડપી છે જ્યારે આઇપીએલમાં તેણે 122 વિકેટ લીધેલી છે.

ભુવનેશ્વર કુમાર-66 વિકેટ

આ યાદીમાં ભુવનેશ્વર કુમારનું નામ આવે તો ખાસ નવાઈ લાગે નહીં કેમ કે ભારતના આ મોખરાના બોલરે આઇપીએલ હોય કે ભારત માટે વન-ડે, ટી20 મેચ રમતો હોય પણ અંતિમ ઓવર્સમાં ભલભલા બોલરને પરેશાન કરી નાખેલા છે. આઇપીએલની ડેથ ઓવર્સમાં સૌથી વધુ વિકેટ લેનારા ત્રણ મોખરાના બોલરમાં કુમાર એકમાત્ર ભારતીય છે તેણે 66 વિકેટ ઝડપી છે.

ડ્વેઇન બ્રાવો-77 વિકેટ

કેરેબિયન ઓલરાઉન્ડર આઇપીએલની છેલ્લી ઓવરોમાં તેની સ્લો બોલિંગ દ્વારા શાનદાર સફળતા હાંસલ કરી ચૂક્યો છે. આ ટી20 લીગમાં 147 વિકેટમાંથી બ્રાવોએ 77 વિકેટ તો છેલ્લી પાંચ ઓવરમાં જ ખેરવેલી છે.

લસિત મલિંગા-90 વિકેટ

શ્રીલંકાના યોર્કર કિંગ લસિત મલિંગા સિવાય આ યાદીમાં મોખરે કોઈ બોલરનું નામ હોત તો જ નવાઈ લાગી હોત. મલિંગા તેના યોર્કર અને વિચિત્ર એક્શનથી ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ખતરનાક બોલર ગણાય છે. આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા આ બોલરે 170માંથી 90 વિકેટ એટલે કે લગભગ 50% વિકેટ તો છેલ્લી પાંચ ઓવરમાં જ ઝડપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!