GSTV

મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને કરાયો કોર્ટમાં રજૂ, રાજકારણીઓ અને બોલીવુડના સ્ટારને બનાવતો હતો નિશાન

હત્યા અને ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાના આરોપી અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને સેનેગલથી ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આફ્રિકાના સેનેગલથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ રવિ પૂજારીને લઇને બેંગ્લોર આવી પહોંચ્યા. આ બાબતે કર્ણાટકના અધિક પોલીસ મહાનિર્દેશક અમરકુમાર પાંડેએ કહ્યું છે કે રવિ પૂજારી સંપૂર્ણ પણે તપાસ પ્રક્રિયામાં સહયોગ આપી રહ્યો છે. આ આગાઉ પૂજારીની દક્ષિણ આફ્રીકાના સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

22 ફેબ્રુઆરીએ તેમને સેનેગલથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે 15 વર્ષોથી ફરાર ગૈંગસ્ટર રવિ પૂજારીને પોલીસ અધિકારીઓની ટીમ ભારત લાવવામાં સફળ રહી છે. વર્ષ 2019ની શરૂઆતમાં ભારતે કરેલી પ્રત્યાર્પણની વિનંતી બાદ 22 ફેબ્રુઆરીએ તેમને સેનેગલથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો. રવિ પૂજારી વિરૂદ્ધ અનેક મોટા રાજકારણીઓને સહિત બોલીવુડના ટોચના સ્ટાર્સને ધમકી આપવાના તેમજ ખંડણી ઉઘરાવવાના આક્ષેપ છે.

READ ALSO

Related posts

રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા

Pravin Makwana

ધોરાજી: કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો

Pravin Makwana

વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!