GSTV

દુનિયાની 5 વિચીત્ર મહિલા: કોઇનાં પગનું વજન 95 કિલો તો એકનો ચહેરો લાગે છે વૈમ્પાયર જેવો

દુનિયાભરમાં અનેક મહિલાઓ એવી છે,જે પોતાની રીતે ઘણી ખાસ માનવામાં આવે છે. તેમનાં ખાસ હોવાનું કારણ પણ ઘણું રસપ્રદ અને આશ્ચર્ય પમાડે તેવું હોય છે. આમાંથી અમુક મહિલાઓએ આ કારણે પોતાની રીતે જ બનાવ્યું છે. જ્યારે અમુક મહિલાઓ માટે આ મજબૂરી હતી. આજે આપણે એવી મહિલાઓ વિશએ જાણીશું.જે ઘણી ભિન્ન છે.

આ મહિલાનું નામ આશા મંડેલા છે.જે દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા તરીકે ખ્યાતનામ છે. તેના વાળ માત્ર લાંબા જ નથી,પરંતુ ઘણાં લાંબા છે. હદ તો ત્યારે થઇ કે દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલાનો વિશ્વ રેકોર્ડ પણ આશા મંડેલાનાં નામે નોંધાયેલો છે. તેમનાં વાળની લંબાઇ 19 ફૂટથી વધારે છે. જાણવા મળ્યું છે કે તેમને પોતાનાં વાળ ધોઇને પુરી રીતે સુકાવવામાં જ બે દિવસ જેટલો સમય લાગે છે.

આ મહિલાનું નામ જુલિયા ગ્નુસે છે. તેણે પોતાનાં શરીરનાં 95 ટકા ભાગમાં ટેટુ કરાવ્યા છે. શરીરનાં મહત્તમ ભાગમાં ટેટુ કરાવવા પાછળનું કારણ એ છે કે, આ મહિલા પોરફિરીયા નામની બિમારીથી પીડાય રહિ છે. જેનાં કારણે સૂર્યપ્રકાશમાં તેની ચામડી પર છાલા પડી જાય છે. તે નિશાન છુપાવવા માટે તેણીએ ટેટુનો સહારો લીધો છે.

આ મહિલા છે એનેટા ફ્લોરચેક,જેને દુનિયાની સૌથી મજબૂત અને તાકાતવર મહિલા માનવામા આવે છે. એનેટા અનેક વખત દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાનો ખિતાબ જીતી ચુકી છે. તે એક યુવાન પુરૂષને સહેલાઇથી પોતાનાં હાથે ઉઠાવીને પોતાનાં માથા ઉપર લઇ જઇને તેને ટાંગી દે છે.

આ મહિલાને જોઇને ભલભલા ડરી જાય તેમ છે. કારણ કે આ મહિલાનો દેખાવ ઐમ્પાયરથી કાંઇ કમ નથી. વર્ષોથી ઘરેલું હિંસા અને નિષ્ફળ લગ્નજીવન ત્યારબાદ મારિયા ક્રિસ્ટર્ના નામની મહિલાએ પોતાનાં ચહેરા સહિત પુરા શરીરમાં ટેટુ બનાવ્યા અને પોતાનાં માથા પર કોઇ જાનવરનાં શીગડા પણ ઇમ્પ્લાન્ટ કરાવ્યા. આ તમામ બાબતો સહિત મારિયાની સૌથી સારી વાત એ છે કે તે ઘરેલુ હિંસાનો શિકાર થયેલી મહિલાઓની ઘણી મદદ કરે છે.

આ મહિલાનું નામ મૈંડી સેલર્સ છે. જે ખુબ ગંભીર બિમારીથી પીડાય રહ્યા છે. બિમારીને કારણે તેમનાં પગ અસામાન્ય અને બેડોળ રીતે આગળ વધી રહ્યા છે. તમને જાણીને નવાઇ થશે કે તેમનાં એક પગનું વજન 95 કિલો છે. જો કે વર્ષ 2010માં તેમનો એક પગ કાપી નાંખવામાં આવ્યો હતો. તેમ છતાં તે પગ આજે પણ વધી રહ્યો છે.

READ ALSO

Related posts

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!